ઘટના જોઈને ટ્રાફિક-પોલીસ દોડી આવ્યો અને તેને સંભાળીને સાઇડમાં લઈ ગયો. દારૂના નશામાં હાથમાં રહેલી બંદૂકનો તે મિસયુઝ કરે તો કેટલા લોકોના જીવ જોખમમાં આવી જાય
બિજનૌરના રોડ પર દારૂ પીને ટલ્લી થઈ ગયેલો પોલીસવાળો રોડ પર અહીં-તહીં લડખડાતો હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો
ઉત્તર પ્રદેશના બિજનૌરના રોડ પર દારૂ પીને ટલ્લી થઈ ગયેલો પોલીસવાળો રોડ પર અહીં-તહીં લડખડાતો હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. તેણે પગમાં લૂઝ ચંપલ પહેર્યાં છે અને ખભે ભરાવેલી AK-56 તેનાથી સંભાળી શકાતી નથી. પોલીસની વરદી સાથે તેણે ચંપલ પહેર્યાં છે. આ ઘટના જોઈને ટ્રાફિક-પોલીસ દોડી આવ્યો અને તેને સંભાળીને સાઇડમાં લઈ ગયો. દારૂના નશામાં હાથમાં રહેલી બંદૂકનો તે મિસયુઝ કરે તો કેટલા લોકોના જીવ જોખમમાં આવી જાય એ કહેવું મુશ્કેલ છે.

