આ કંઈ આજકાલની સ્પર્ધા નથી, છેક ૧૯૮૦ની સાલથી ચાલી આવતી પરંપરા છે
૩૦ મિનિટનો સમય આપવામાં આવે છે
અળસિયાં ખેતી માટે ખૂબ જરૂરી જીવ છે. આ બાબતે જાગૃતિ ફેલાવવા માટે ઇંગ્લૅન્ડમાં અળસિયાં પકડવાની સ્પર્ધાનું દર વર્ષે આયોજન થાય છે. આ કંઈ આજકાલની સ્પર્ધા નથી, છેક ૧૯૮૦ની સાલથી ચાલી આવતી પરંપરા છે. એમાં એક જ ખેતરમાં લોકો ભેગા થાય છે અને જમીન ખોદીને એમાંથી અળસિયાં શોધવાનું કામ કરે છે. ૩૦ મિનિટનો સમય આપવામાં આવે છે. જે વ્યક્તિ સૌથી વધુ અળસિયાં પકડી શકે તે વિજેતા બને છે. ઇંગ્લૅન્ડના વિલમસ્ટનમાં શરૂ થયેલી આ પરંપરા હવે તો દેશમાં ઘણી જગ્યાએ યોજાય છે. અળસિયાં ખૂબ જ ચંચળ હોય છે. એ પોચી માટીની અંદર ભરાઈ રહેતાં હોય છે. આમ તો મનોરંજન માટે આ સ્પર્ધા થાય છે, પરંતુ એમાં જીવોને નુકસાન થતું હોવાથી હવે જીવદયાપ્રેમીઓ વિરોધ કરવા લાગ્યા છે. આ જ કારણોસર છેલ્લાં ઘણાં વર્ષોથી અળસિયાંને નુકસાન ન થાય અને પકડ્યા પછી ગણતરી કરીને તેમને પાછાં જમીનમાં છોડી દેવાની પ્રૅક્ટિસ શરૂ કરવામાં આવી છે.
