Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જપાનમાં નાઇટ-ક્લબમાં ભેગા થઈને લોકો પુસ્તક વાંચવાની પાર્ટી કરે છે

જપાનમાં નાઇટ-ક્લબમાં ભેગા થઈને લોકો પુસ્તક વાંચવાની પાર્ટી કરે છે

Published : 05 October, 2026 03:41 PM | IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

DJ પર મનને શાંત કરે અને સુકૂન આપે એવું નિરંતર છતાં રીફ્રેશ કરતું હળવું સંગીત વગાડે છે

પુસ્તક વાંચવાની પાર્ટી

અજબ ગજબ

પુસ્તક વાંચવાની પાર્ટી


જપાનના ટોક્યોમાં એક મૉડર્ન નાઇટ-લાઇફ ઇવેન્ટનો ટ્રેન્ડ શરૂ થયો છે. અહીં લોકો નાઇટ-ક્લબમાં પુસ્તકો વાંચવા ભેગા થાય છે. સામાન્ય રીતે રાતના સમયે ક્લબોમાં થતી નાઇટમાં જોરશોરવાળું અને ડાન્સ કરવાનું મન થાય એવું મ્યુઝિક વાગતું હોય. જોકે આ ‘જૂસી બુક રેવ’ તરીકે ઓળખાતી નાઇટ-પાર્ટીમાં ડિસ્ક-જૉકી (DJ) એકદમ હળવું અને શાંત મ્યુઝિક વગાડે છે. અહીં કોઈ DJવાલે બાબુને પાર્ટી-સૉન્ગ વગાડવાની ફરમાઇશ કરતું નથી. ઊલટાનું DJ પર મનને શાંત કરે અને સુકૂન આપે એવું નિરંતર છતાં રીફ્રેશ કરતું હળવું સંગીત વગાડે છે અને લોકો પણ ચૂપચાપ પુસ્તકો વાંચે છે. આ ક્લબમાં તમે તમારી બુક લઈને પણ આવી શકો છો અને જો ન હોય તો અહીં બુકશેલ્ફમાંથી મનગમતી બુક પસંદ કરીને એ પણ વાંચી શકો છો. સોશ્યલાઇઝેશન એટલે પાર્ટી, દારૂ અને ધમાલ જ એવી માન્યતા જૅપનીઝ યુવાનો હવે તોડી રહ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2026 03:41 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK