હજારોની સંખ્યામાં બહેનો એક લાઇનમાં હંગામી ચૂલા બનાવીને પોંગલનો પ્રસાદ બનાવવા તૈયાર થઈ જાય છે. આ પ્રસાદ પ્રભુને ચડાવીને લોકોમાં વહેંચી દેવામાં આવે છે.
પોંગલ મહોત્સવ
કોચીના પાવક્કુલમ શ્રી મહાદેવ મંદિરમાં વિશાળ પાયે પોંગલ મહોત્સવ યોજાય છે. અહીં મહિલાઓ વહેલી સવારે મંદિરના પ્રાંગણમાં એકઠી થાય છે. મહિલાઓ એક લાઇનમાં માટીની હાંડીમાં પ્રસાદ રાંધે છે અને એ પ્રસાદ શિવમંદિરમાં ધરાવાય છે. આ મહોત્સવની શરૂઆત સવારે પાંચ વાગ્યાથી થાય છે. હજારોની સંખ્યામાં બહેનો એક લાઇનમાં હંગામી ચૂલા બનાવીને પોંગલનો પ્રસાદ બનાવવા તૈયાર થઈ જાય છે. આ પ્રસાદ પ્રભુને ચડાવીને લોકોમાં વહેંચી દેવામાં આવે છે.

