પોલીસનો દાવો છે કે આરોપીઓને પંચાવન વર્ષના ડિરેક્ટર જગબીર સિંહ પન્નુ દ્વારા શિસ્ત માટે ઠપકો આપવામાં આવતાં તેઓ ગુસ્સે થયા હતા
પ્રતીકાત્મક તસવીર
હરિયાણાના હિસાર જિલ્લામાં એક પ્રાઇવેટ સ્કૂલના ડિરેક્ટરની સ્કૂલના કૅમ્પસમાં જ ચાકુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના આરોપીઓ બીજું કોઈ નહીં પણ એ જ સ્કૂલના બે સ્ટુડન્ટ્સ છે. પોલીસનો દાવો છે કે આરોપીઓને પંચાવન વર્ષના ડિરેક્ટર જગબીર સિંહ પન્નુ દ્વારા શિસ્ત માટે ઠપકો આપવામાં આવતાં તેઓ ગુસ્સે થયા હતા અને તક મળતાં જ ડિરેક્ટર પર ચાકુ વડે અનેક વાર ઘા કરીને ભાગી ગયા હતા. બેઉ આરોપીઓ અગિયારમા અને બારમા ધોરણના સ્ટુડન્ટ્સ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે કે પન્નુએ આ બે સ્ટુડન્ટ્સને સ્કૂલમાં બરાબર વાળ કપાવીને આવ્યા ન હોવાથી ઠપકો આપ્યો હતો. આ ઠપકાથી તેઓ નારાજ હતા. સ્કૂલ કાઉન્સેલિંગમાં પન્નુએ બીજા સ્ટુડન્ટ્સને પણ ઠપકો આપ્યો હતો.

