Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ દેશમાં તમે કાર ન ચલાવવાનું નક્કી કરો તો સરકાર આપશે ૨૬ લાખ રૂપિયા

આ દેશમાં તમે કાર ન ચલાવવાનું નક્કી કરો તો સરકાર આપશે ૨૬ લાખ રૂપિયા

Published : 27 March, 2026 12:02 PM | IST | Europe
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સ્કીમનો લાભ દર વર્ષે માત્ર ૧૦૦૦ લોકોને જ મળશે. પાંચ વર્ષ પછી ગાડી ચલાવવા માટે ફરીથી ટેસ્ટ આપીને લાઇસન્સ મેળવવાનું રહેશે.

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


દેશમાં રોડ પર ગાડીઓનું પ્રદૂષણ ઘટાડવા માટે યુરોપના માલ્ટા દેશે અનોખી સ્કીમ કાઢી છે. લોકો વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરે એ માટે તેઓ રોજ ગાડી લઈને નીકળી પડવાની આદત છોડે એ જરૂરી છે. આ માટે માલ્ટામાં એક નવી સ્કીમ લૉન્ચ કરવામાં આવી છે. કારનું લાઇસન્સ સરેન્ડર કરી દેવાનું અને આગામી પાંચ વર્ષ કાર નહીં ચલાવવાનું નક્કી કરવાનું. તો સરકાર તમને ૨૬ લાખ રૂપિયા પ્રોત્સાહન રાશિ આપશે. આ સ્કીમ એકસાથે નહીં પરંતુ ધીમે-ધીમે હપ્તામાં મળશે. જોકે જો તમે આ પાંચ વર્ષ દરમ્યાન કાર ચલાવી તો તમારે મળેલા પૈસા પાછા આપવા પડે એવી જોગવાઈ પણ છે. આ સ્કીમ માટે કોણ લાયક ઠરે છે એના પણ નિયમો છે. ૩૦ વર્ષ કે એથી નાની વયની વ્યક્તિ જ આ માટે લાયક છે. બીજું, તે ઓછામાં ઓછાં ૭ વર્ષથી માલ્ટામાં રહેતી હોય એ જરૂરી છે. તેની ડ્રાઇવિંગ લાઇસન્સ હિસ્ટરી ક્લીન હોવી જોઈએ. આ સ્કીમનો લાભ દર વર્ષે માત્ર ૧૦૦૦ લોકોને જ મળશે. પાંચ વર્ષ પછી ગાડી ચલાવવા માટે ફરીથી ટેસ્ટ આપીને લાઇસન્સ મેળવવાનું રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 12:02 PM IST | Europe | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK