જયપુરમાં ટ્રાફિક-પોલીસે દિલ સ્પર્શી જાય એવી એક પહેલ કરી છે. શહેરના મુખ્ય ૨૦ ચાર રસ્તા પર હવે રેડ લાઇટને બદલે લાલ રંગના આકારમાં ચમકતું દિલ જોવા મળશે.
					 
જયપુરમાં ટ્રાફિક-સિગ્નલમાં હવે દિલ દેખાશે
જયપુરમાં ટ્રાફિક-પોલીસે દિલ સ્પર્શી જાય એવી એક પહેલ કરી છે. શહેરના મુખ્ય ૨૦ ચાર રસ્તા પર હવે રેડ લાઇટને બદલે લાલ રંગના આકારમાં ચમકતું દિલ જોવા મળશે. 
આ અનોખા પ્રયોગનો હેતુ છે લોકોમાં સંવેદના અને જવાબદારીનો અહેસાસ જગાવવાનો. પોલીસ-અધિકારી સત્યવીર સિંહના કહેવા મુજબ દિલનું નિશાન પોતીકાપણું અને સુરક્ષાનો સંદેશો આપે છે. ટ્રાફિક-પોલીસની આ પહેલ માટે લોકોની પ્રતિક્રિયા પણ ખૂબ સકારાત્મક રહી છે. કેટલાય ટ્રાફિક-પોલીસનું કહેવું છે કે લાલ રંગનું દિલ જોઈને ગુસ્સો ઠંડો પડી જાય છે. આ પહેલ લોકોને સંદેશો આપે છે કે થોભો, સેફ રહો, કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યું છે.