આ ખાટલો બનાવતાં ગીતાદેવીને બે વર્ષ લાગ્યાં હતાં
ગીતાદેવીએ સૂતરના દોરાથી વણેલા ખાટલા પર વડા પ્રધાનનું હૂબહૂ યંગ એજનું નિરૂપણ થયેલું છે
જોધપુરના લુણી ક્ષેત્રના સરેચા ગામનાં ગીતાદેવીએ પતિ ભંવરલાલની પ્રેરણાથી ખાટલા પર સૂતરના દોરાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો ઊપસાવ્યો હતો. આ ખાટલો બનાવતાં ગીતાદેવીને બે વર્ષ લાગ્યાં હતાં. એટલું જ નહીં, આ પહેલાં તેમણે ૪ વાર પ્રયત્ન કર્યો હતો જે ગરબડને કારણે પૂરો નહોતો થઈ શક્યો. ગીતાદેવીએ આ કામ હાથ ધર્યું એ પછી તેઓ પ્રેગ્નન્ટ થયાં હતાં. એ વખતે પણ તેમણે બારીક દોરાકામ કરવાનું ચાલુ રાખ્યું હતું. આખરે ચોથી વારમાં તેમને નરેન્દ્ર મોદીનો ચહેરો ભરતથી ખાટલા પર ઉપસાવવામાં સફળતા મળી હતી. આખા ખાટલાને સૂતરના દોરાથી વણવામાં આવ્યો છે. ખાટલાની પાટી વણવાનું કામ ખાસ કારીગરો જ કરી શકે છે. ગીતાદેવીએ સૂતરના દોરાથી વણેલા ખાટલા પર વડા પ્રધાનનું હૂબહૂ યંગ એજનું નિરૂપણ થયેલું છે. જેણે પણ ગીતાદેવીની આ કારીગરી જોઈ તે સૌ તેમની પ્રશંસા કરી રહ્યા છે.

