દુલ્હનના પિતાએ તો પોતાના શર્ટ પર જ QR કોડ ચીપકાવી દીધો હતો એટલે લોકો તેમને મળીને ડિજિટલ આશીર્વાદ જમા કરાવી દઈ શકે.
					 
					
લગ્નમાં મહેમાનો ડિજિટલ આશીર્વાદ આપી શકે એ માટે દુલ્હનના પિતાએ શર્ટમાં જ QR કોડ લગાવી દીધો
૧૦૦ ટકા સાક્ષર રાજ્યમાં એક લગ્નપ્રસંગમાં અનોખી ઘટના જોવા મળી. આ લગ્નમાં દુલ્હનના પિતા શર્ટની અંદર જ QR કોડ પ્રિન્ટ કરીને ફરતા જોવા મળ્યા હતા. મહેમાનો આવે અને આશીર્વાદરૂપે ચાંદલો લખાવવા માગે તો કોઈ કવરની જરૂર ન પડે અને ડિજિટલ ભારતના વિઝનને પ્રોત્સાહન મળે એ માટે તેમણે ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરી નાખી હતી. દુલ્હનના પિતાએ તો પોતાના શર્ટ પર જ QR કોડ ચીપકાવી દીધો હતો એટલે લોકો તેમને મળીને ડિજિટલ આશીર્વાદ જમા કરાવી દઈ શકે. આ લગ્નનો એક વિડિયો પણ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવેલો, જેમાં મહેમાનો તેમને શુભેચ્છા આપવાની સાથે સ્કૅનરથી ડિજિટલ આશીર્વાદ જમા કરાવતા હોય છે.
 
		        	 
		         
        




 
		 
	 
								 
								 
        	