ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક મદરેસામાં ઍડ્મિશન લેવા માટે એક વિદ્યાર્થિની પાસેથી વર્જિનિટીનું સર્ટિફિકેટ માગવામાં આવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક મદરેસામાં ઍડ્મિશન લેવા માટે એક વિદ્યાર્થિની પાસેથી વર્જિનિટીનું સર્ટિફિકેટ માગવામાં આવ્યું હતું. છોકરીના પરિવારજનોએ આ રીતે દીકરીના ચરિત્ર પર સવાલ ઉઠાવતી શરમજનક શરત સામે વાંધો ઉઠાવ્યો તો મદરેસાના પ્રબંધકોએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું અને છોકરીને મદરેસામાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. આ ઘટના મુરાદાબાદના પાકબડા વિસ્તારમાં બનેલી જામિયા અસાનુલ ગર્લ્સ મદરેસાની છે. ચંડીગઢમાં રહેતી એક વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે તેની ૧૩ વર્ષની દીકરીને આગળની કક્ષામાં પ્રવેશ આપવા માટે મદરેસાના પ્રબંધકો દ્વારા વર્જિનિટીની ટેસ્ટ કરાવવાની શરત રાખવામાં આવી હતી. છોકરીના પિતાએ આ વિશે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તરત જ આ બાબતે તપાસ કરીને ઘટતાં પગલાં લેવાની બાંયધરી આપી હતી.


