આસપાસના લોકો તેને જોવા લાગ્યા અને ખુદ દુલ્હો પણ તેને જોઈને હસી-હસીને બેવડ વળી ગયો
આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો
લગ્નની સીઝનમાં બીજાનાં લગ્નમાં હાજરી આપવાની હોય ત્યારે તેમની થીમ મુજબનો કૉસ્ચ્યુમ ખરીદવા માટે હંમેશાં કંઈ મોટા ખર્ચા જ કરવા પડે એવું જરૂરી નથી. હલદી અને મેંદીની સીઝનમાં જ્યારે દોસ્તની પાર્ટીમાં યલો રંગની થીમ હોય અને તમારી પાસે યલો રંગ ન હોય તો શું કરી શકાય? આજની ફૅશનના જમાનામાં કોઈ યુવક કે યુવતી પાસે પીળા રંગનો કુરતો કે ડ્રેસ ન હોય એવું બને જ નહીં, પણ એક ભાઈસાહેબે લોકોનું ધ્યાન ખેંચવા માટે પીળા રંગની થીમ મુજબ બ્લિન્કિટનું ચમચમતા પીળા રંગનું ટી-શર્ટ પહેરીને એન્ટ્રી મારી અને સીધો દુલ્હાને જઈને મળ્યો.
આસપાસના લોકો તેને જોવા લાગ્યા અને ખુદ દુલ્હો પણ તેને જોઈને હસી-હસીને બેવડ વળી ગયો. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો તો ખુદ બ્લિન્કિટે એના પર કમેન્ટ કરીને લખ્યું, ‘હલ્દી સેરેમની કા અવૉર્ડ જાતા હૈ આપકો.’


