ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ૧૧ વર્ષના કૃષ્ણા નામના એક છોકરાએ ઘરની રૂમમાં બેલ્ટથી ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. આ છોકરો છઠ્ઠા ધોરણમાં ભણતો હતો અને તેની મમ્મી એક ફૅક્ટરીમાં મજૂરીકામ કરવા જતી હતી.
કામે જતી મમ્મીએ દીકરાને રૂમમાં બંધ કરી દીધો, જોયું તો દીકરાએ ફાંસો લગાવી લીધેલો
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ૧૧ વર્ષના કૃષ્ણા નામના એક છોકરાએ ઘરની રૂમમાં બેલ્ટથી ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. આ છોકરો છઠ્ઠા ધોરણમાં ભણતો હતો અને તેની મમ્મી એક ફૅક્ટરીમાં મજૂરીકામ કરવા જતી હતી. પિતા આએદિન દારૂ પીને ઘરમાં ઝઘડો અને મારપીટ કરતા રહેતા હોવાથી છોકરો ખૂબ ડિસ્ટર્બ્ડ રહેતો હતો. પિતાની ધમાલ જોઈને ઘણી વાર છોકરો કહેતો કે આના કરતાં મરી જવું સારું... ક્યારેક તો તે અહીંથી ભાગી જવાની ઇચ્છા પણ જતાવી ચૂક્યો હતો, પણ તેની મમ્મી તેને સમજાવી લેતી કે બધું સારું થઈ જશે.
ભણવામાં હોશિયાર છોકરાનો અભ્યાસ ચાલુ રહે એ માટે માએ કમાણી કરવા વધુ કામ શરૂ કર્યું હતું. જોકે આર્થિક તંગીને કારણે મમ્મીને વધુ કામ કરવું પડે છે એ માટે પણ તે દુખી રહેતો હતો. શનિવારે તેની મમ્મી કામ પર ગઈ એ પહેલાં કોઈક વાતે કૃષ્ણાને વઢી હતી. એનાથી નારાજ થઈને તે સૂઈ ગયો હતો. ઊઠ્યા પછી દીકરો અહીં-તહીં ભટકે નહીં એ માટે મમ્મીએ પણ ગુસ્સામાં આવીને તેને રૂમમાં બંધ કરી દીધો હતો. સાંજે છ વાગ્યે જ્યારે તેણે રૂમ ખોલી તો દીકરો બેલ્ટનો ગળે ફાંસો લગાવીને લટકતો હતો.

