ભાસ્કર રાવના પરિવારે કહ્યું કે તેમને શ્રી વેન્કટેશ્વર સ્વામી પ્રત્યે ઊંડી શ્રદ્ધા અને ભક્તિ હતી.
તિરુપતિ મંદિર
ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS) અધિકારી તરીકે નિવૃત્ત થયેલા દિવંગત ભાસ્કર રાવે હૈદરાબાદ શહેરમાં રહેલી તેમની ૩ કરોડ રૂપિયાની પ્રૉપર્ટી અને ૬૬ લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ તિરુપતિ મંદિર ટ્રસ્ટ અને અન્ય સંલગ્ન ટ્રસ્ટોને દાનમાં આપી દીધી છે. દાન કરવામાં આવેલી પ્રૉપર્ટી હૈદરાબાદ નજીક વનસ્થલીપુરમમાં ‘આનંદ નીલયમ’ નામનું ૩૫૦૦ ચોરસ ફીટનું બિલ્ડિંગ છે. રાવે વસિયતનામામાં જણાવ્યું હતું કે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ એનો ઉપયોગ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવા માટે કરે. ભાસ્કર રાવના પરિવારે કહ્યું કે તેમને શ્રી વેન્કટેશ્વર સ્વામી પ્રત્યે ઊંડી શ્રદ્ધા અને ભક્તિ હતી.

