ડિરેક્ટર સુનીલ દર્શનનો ખુલાસો : પત્ની ટ્વિન્કલ સાથેના સંબંધ બગડતા હોવાને કારણે તેણે છેલ્લી ઘડીએ ફિલ્મ છોડી દીધી
અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડા
વર્ષ ૨૦૦૫માં બૉબી દેઓલ, બિપાશા બાસુ અને પ્રિયંકા ચોપડાની ફિલ્મ ‘બરસાત’ રિલીઝ થઈ હતી જે બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ રહી હતી. આ ફિલ્મના ડિરેક્ટર સુનીલ દર્શને હાલમાં જ જણાવ્યું કે આ ફિલ્મ માટે બૉબી નહીં, અક્ષય કુમાર પહેલી પસંદ હતો પણ પ્રિયંકા સાથેના પ્રેમપ્રકરણને કારણે તે આ ફિલ્મ કરી શક્યો નહોતો.
આ ઘટના વિશે વાત કરતાં એક ઇન્ટરવ્યુમાં સુનીલ દર્શને કહ્યું હતું કે ‘‘અંદાઝ’ પછી તરત ‘બરસાત’ને નવા ઍન્ગલ સાથે એક ટ્રાયેન્ગલ લવ-સ્ટોરી તરીકે ડિઝાઇન કરવામાં આવી હતી અને અક્ષયને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવ્યો હતો. આ ફિલ્મ માટે અક્ષય-પ્રિયંકાનો રોમૅન્ટિક ટ્રૅક પણ શૂટ થઈ ચૂક્યો હતો. જોકે પછી તારીખોની સમસ્યાને કારણે શૂટિંગમાં બ્રેક પડ્યો હતો. જોકે બ્રેક પછી અક્ષયે કહ્યું કે ફિલ્મને કારણે કેટલીક સમસ્યાઓ થઈ છે, જેની સીધી અસર તેની પર્સનલ લાઇફ પર થઈ રહી છે અને તેમણે નક્કી કરવું પડશે કે તેઓ આના સાથે કેવી રીતે આગળ વધે. અક્ષય કુમારે મને તેની અને પ્રિયંકા વચ્ચે એકને પસંદ કરવાનું કહ્યું અને મેં પ્રિયંકાને પસંદ કરી. હકીકતમાં મીડિયામાં અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડાના અફેરની ચર્ચાએ તેના જીવન પર અસર કરી હતી. તેની પત્ની ટ્વિન્કલ ખન્ના સાથેનો સંબંધ બગડી રહ્યો હતો જેના કારણે અક્ષય કુમારે ફિલ્મ છોડી દીધી.’
ADVERTISEMENT
બુલ્ગરીએ જયપુરમાં શૂટ કરેલી ઍૅડમાં છવાઈ ગઈ પ્રિયંકા
પ્રિયંકા ચોપડા કેટલાક મહિના પહેલાં જયપુરમાં હતી, જ્યાં તેણે ઇટાલિયન લક્ઝરી જ્વેલરી લેબલ બુલ્ગરી માટે એક જાહેરાતનું શૂટિંગ કર્યું હતું. હવે બલ્ગેરીએ એના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એની ગ્લોબલ બ્રૅન્ડ ઍમ્બૅસૅડર પ્રિયંકાનો આ શૂટિંગનો વિડિયો શૅર કર્યો છે જેમાં બ્રાઇડલ ગાઉનમાં બલ્ગેરીની જ્વેલરીમાં સજ્જ પ્રિયંકા ગજબની સુંદર લાગે છે.

