Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૧૯ વર્ષના ટીનેજરે પોતાની વસિયત બનાવી અને ૨૪ કરોડ રૂપિયાની સંપત્તિ દોસ્તના નામે કરી દીધી

૧૯ વર્ષના ટીનેજરે પોતાની વસિયત બનાવી અને ૨૪ કરોડ રૂપિયાની સંપત્તિ દોસ્તના નામે કરી દીધી

Published : 14 July, 2026 02:07 PM | IST | Shanghai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લી હવે એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સનો પ્રોફેશનલ ખેલાડી છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ચીનના શાંઘાઈમાં લી નામના ૧૯ વર્ષના એક કૉલેજિયને પોતાની ૨૪ કરોડની પૂરી સંપત્તિ પોતાના બાળપણના દોસ્તના નામે કરતી વસિયત બનાવી હતી. તેણે પોતાની વસિયતમાંથી માતાપિતાનું નામ કાઢી નાખ્યું હતું. લી જ્યારે બહુ નાનો હતો ત્યારે જ તેના પેરન્ટ્સના ડિવોર્સ થઈ ગયા હતા. એ પછી બન્નેએ બીજાં લગ્ન કરી લીધેલાં. માતા-પિતાએ લીના ઉછેર માટે માત્ર ઘર અને જરૂરી પૈસા પૂરા પાડ્યા હતા, પરંતુ કદી તેની સાથે સમય વિતાવ્યો નહોતો. લીનું કહેવું હતું કે તેણે પેરન્ટ્સ સાથેનું ભાવનાત્મક જોડાણ બહુ પહેલાં જ ગુમાવી દીધું હતું.

લી હવે એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સનો પ્રોફેશનલ ખેલાડી છે. એને કારણે તેને ડર છે કે ક્યાંક આ રમત દરમ્યાન તેનું મૃત્યુ થઈ ગયું તો તેના નામે જે પણ સંપત્તિ છે એ તેના પેરન્ટ્સ અને તેમના પાર્ટનર્સ પાસે જતી રહેશે. પેરન્ટ્સના પાર્ટનર્સ તેના માટે સંપૂર્ણ અજનબી હોવાથી તેણે પોતાની સંપત્તિનું વસિયતનામું અત્યારથી તૈયાર કરી દીધું છે અને એમાં તમામ વારસો બાળપણના દોસ્તના નામે કરી દીધો છે જેણે મુશ્કેલ સમયમાં તેનો હંમેશાં સાથ આપ્યો હતો અને હજી આપી રહ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2026 02:07 PM IST | Shanghai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK