જોકે આ તપાસમાં તેને ખબર નહોતી કે તેના જૈવિક પિતા બીજા કોઈક છે અને તેનો જન્મ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) એટલે કે કૃત્રિમ ગર્ભધારણ દ્વારા થયો હતો
બ્રિટનની વિક્ટોરિયા હિલ
બ્રિટનની વિક્ટોરિયા હિલ નામની મહિલાને વારંવાર માંદગી આવ્યા કરતી હતી એટલે તેણે કંટાળીને ડીઑક્સિરીબો ન્યુક્લેઇક ઍસિડ (DNA) ટેસ્ટ કરાવી, જેમાં જિનેટિકલ પેરન્ટ્સ અને જનીનગત બાંધાની ખબર પડે છે. તેને જાણવું હતું કે જિનેટિકલી તેને કેવા રોગોની સંભાવના છે એની ખબર પડે. જોકે આ તપાસમાં તેને ખબર નહોતી કે તેના જૈવિક પિતા બીજા કોઈક છે અને તેનો જન્મ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) એટલે કે કૃત્રિમ ગર્ભધારણ દ્વારા થયો હતો. આ વાત બહાર આવતાં પતિએ પણ કહ્યું કે તેનો જન્મ પણ IVFથી સ્પર્મ ડોનરથી જ થયેલો હતો. કુતૂહલવશ તેણે પણ DNA ટેસ્ટ કરાવી તો હિલને ખબર પડી કે તેનો પતિ તેનો સાવકો ભાઈ છે.
હવે બન્ને અસમંજસમાં છે કે પતિ-પત્નીના સંબંધનું શું કરવું?

