કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન (CPR) થેરપી આપી હતી અને તરત જ હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તે બચી શકી નહોતી
વાઈરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
આજકાલ યુવાનોમાં હાર્ટ-અટૅક આવવાની ઘટનાઓ ખૂબ વધી ગઈ છે. સુરતના કાપોદરામાં ૨૪ વર્ષની ઝીલ ઠક્કર નામની IT પ્રોફેશનલ સેમિનારમાં સ્પીચ આપી રહી હતી ત્યારે અચાનક લડખડાઈ અને પછી ધડામ દઈને પાછળની તરફ જમીન પર પડી ગઈ હતી. તેની જિંદગીની એ છેલ્લી પળો હૉલમાં આવેલા CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. ઝીલ ધારુકાવાલા કૉલેજમાં કાર્યક્રમ દરમ્યાન કેટલાક અન્ય યુવાનોની સાથે સ્ટેજ પર ભાષણ આપી રહી હતી એ વખતે બધું જ નૉર્મલ હતું, પરંતુ અચાનક તે પડી ગઈ હતી. હાજર લોકોએ તરત જ તેને અચાનક હૃદય બંધ થઈ જાય ત્યારે આપવામાં આવતી કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન (CPR) થેરપી આપી હતી અને તરત જ હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તે બચી શકી નહોતી.


