સંતાનોનો જીવ જોખમમાં મૂકનારા પેરન્ટ્સ કેવી ભૂલો કરે છે એ દર્શાવવા માટે આ વિડિયો મુકાયો છે. આ ઘટના કયા ઝૂની છે એની ખબર નથી
પિતા તેના ત્રણ-ચાર વર્ષના બાળકને સિંહની પીઠ પર બેસાડવાની કોશિશ કરી રહ્યો છે
સોશ્યલ મીડિયામાં એક જૂનો વિડિયો વાઇરલ થયો છે. એમાં એક પિતા તેના ત્રણ-ચાર વર્ષના બાળકને સિંહની પીઠ પર બેસાડવાની કોશિશ કરી રહ્યો છે. દીકરો ખૂબ ડરી રહ્યો છે અને રડે પણ છે છતાં પિતાને સિંહ પર બેસાડેલા દીકરાનો ફોટો લેવો જ છે. જોકે છોકરાના રડવાના અવાજથી ચિડાઈને સિંહ ત્યાંથી ઊઠી જાય છે અને વડચકું નાખે છે એટલે તે ડરીને દીકરાને લઈને ત્યાંથી ચાલ્યો જાય છે.
ADVERTISEMENT
View this post on Instagram
આમ તો આ જૂનો વિડિયો છે, પરંતુ પેરન્ટિંગના મામલે ફરીથી વાઇરલ થયો છે. સંતાનોનો જીવ જોખમમાં મૂકનારા પેરન્ટ્સ કેવી ભૂલો કરે છે એ દર્શાવવા માટે આ વિડિયો મુકાયો છે. આ ઘટના કયા ઝૂની છે એની ખબર નથી, પરંતુ વિડિયો જોઈને અનેક લોકોનું કહેવું છે કે આ બાપને જેલભેગો કરી દેવો જોઈએ.

