સ્ટ્રીટ પર રહેતા રખડુ કૂતરાઓ પણ જ્યાં પ્રેમ મળે છે ત્યાં સદસ્યની જેમ હળી-ભળી જાય છે. ઇન્ટરનેટ પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં ચાર દોસ્તો રોડની કિનારીએ ટોળે વળીને બેઠા છે.
ચાર દોસ્તોમાં ત્રણ બાળકો છે અને એક ડૉગી છે. આ કૂતરો પણ બાળકોની સાથે-સાથે રમતો હોય એવું જણાય
બચ્ચે મન કે સચ્ચે કંઈ એમ જ નથી કહેવાતું. ઘરમાં જો ડૉગી પાળ્યો હોય તો એ ઘરના સદસ્યની જેમ હળી-ભળી જાય છે. પરિવારના સભ્યોની દરેક લાગણીને એ સમજી શકે છે. જોકે એવું માત્ર પાળેલા ઘરમાં રહેતા ડૉગીનું જ નથી. સ્ટ્રીટ પર રહેતા રખડુ કૂતરાઓ પણ જ્યાં પ્રેમ મળે છે ત્યાં સદસ્યની જેમ હળી-ભળી જાય છે. ઇન્ટરનેટ પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં ચાર દોસ્તો રોડની કિનારીએ ટોળે વળીને બેઠા છે. આ ચાર દોસ્તોમાં ત્રણ બાળકો છે અને એક ડૉગી છે. આ કૂતરો પણ બાળકોની સાથે-સાથે રમતો હોય એવું જણાય છે. ચારેય જણ એકબીજાનો હાથ પકડીને કંઈક ગાય છે અને ડૉગી ભાઈ પણ એમાં શાંત થઈને સામેલ થયા છે. ૩૨ લાખથી વધુ વ્યુઝ અને પોણાચાર લાખથી વધુ લાઇક્સ સાથે લોકોને બાળકોની ડૉગી સાથેની બાળસહજ દોસ્તી બહુ ગમી ગઈ છે.

