શ્વાસ લીધા વિના વ્યક્તિ બે-ચાર મિનિટમાં જ ગૂંગળાઈ જાય છે. જોકે ક્રોએશિયામાં વિટોમિર મારિચિક નામના ફ્રી-ડાઇવરે પાણીની અંદર રહેવાનો જબરદસ્ત ચોંકાવનારો રેકૉર્ડ બનાવ્યો છે.
૨૯ મિનિટ સુધી પાણીમાં શ્વાસ રોકવાનો રેકૉર્ડ બનાવ્યો ક્રોએશિયાના ફ્રી-ડાઇવરે
માણસ જમીન પર રહેનારું પ્રાણી છે. જીવવા માટે ખાવાનું ન મળે તો ચાલે, પણ શ્વાસ લેવા હવા ન મળે તો? શ્વાસ લીધા વિના વ્યક્તિ બે-ચાર મિનિટમાં જ ગૂંગળાઈ જાય છે. જોકે ક્રોએશિયામાં વિટોમિર મારિચિક નામના ફ્રી-ડાઇવરે પાણીની અંદર રહેવાનો જબરદસ્ત ચોંકાવનારો રેકૉર્ડ બનાવ્યો છે. તેણે પાણીની અંદર કોઈ જ ઑક્સિજન સપોર્ટ વિના ૨૯ મિનિટ સુધી શ્વાસ રોકવાનું કારનામું કર્યું છે જે વિશ્વવિક્રમ છે. આ પહેલાંનો રેકૉર્ડ લગભગ પાંચ મિનિટથી થોડી વધુ સેકન્ડોનો હતો. વિટોમિરભાઈનું કહેવું છે કે શરૂઆતની થોડીક મિનિટો અત્યંત કપરી હોય છે, પરંતુ એક વાર ૨૦ મિનિટ પાર થઈ જાય એ પછી પેટ અંદર જવા લાગે છે. એક સ્તરે શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલું વધી જાય છે કે શરીર આખું સંકોચાવા લાગ્યું હોય એવું લાગે છે.

