સોશ્યલ મીડિયા પર લોકોએ રીઍક્શન આપીને આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું અને આ મહિલાની મજાક પણ કરી હતી. કેટલાક યુઝર્સે પૂછ્યું હતું કે ‘આખરે આ કુકરમાં એવું શું રાંધ્યું હતું કે એ ખૂલવાનું નામ નથી લેતું?’
ઢાંકણું ન ખૂલ્યું તો બહેન ચડી ગયાં કુકરની ઉપર
પ્રેશર-કુકર ખોલવું ઘણા લોકો માટે સાવ સરળ કામ હોય છે તો ઘણા માટે હંમેશાં માથાનો દુખાવો. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં કુકર ખોલવાનો સંઘર્ષ એવી રીતે દેખાયો છે કે મલકાયા વગર રહી ન શકાય.
આ વાઇરલ વિડિયોમાં એક મહિલા કુકર ખોલવા માટે ભારે જહેમત ઉઠાવતી જોવા મળે છે.
ADVERTISEMENT
આ વિડિયો-ક્લિપની શરૂઆતમાં મહિલા કુકરના ઢાંકણ પર કપડું મૂકીને એને પકડવાનો પ્રયાસ કરે છે, પણ ઢાંકણું ખૂલતું નથી. થાકીને તે ઢાંકણ પર મૂકેલા કપડા પર બન્ને પગ રાખીને ઊભી થઈ જાય છે અને ઢાંકણને પગથી હલાવીને ઢીલું કરવાનો પ્રયાસ કરે છે. આમ છતાં કુકરનું ઢાંકણ હલતું નથી.
થોડી વાર પછી મહિલા ઢાંકણનું હૅન્ડલ પકડીને એને ફેરવવાનો પ્રયાસ કરે છે. જ્યારે તેના પ્રયાસો નિષ્ફળ જાય છે ત્યારે તે ઢાંકણ પર ફરી પાછી ચડી જાય છે અને સહેજ કૂદકો પણ મારે છે, પણ ઢાંકણ ટસનું મસ નથી થતું.
સોશ્યલ મીડિયા પર લોકોએ રીઍક્શન આપીને આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું હતું અને આ મહિલાની મજાક પણ કરી હતી. કેટલાક યુઝર્સે પૂછ્યું હતું કે ‘આખરે આ કુકરમાં એવું શું રાંધ્યું હતું કે એ ખૂલવાનું નામ નથી લેતું?’