ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ગઈ કાલે સવારે ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. તેણે બૅટિંગકોચ સિતાંશુ કોટક અને પોતાના મૅનેજર ગૌરવ અરોરા સાથે નંદી પાસે બેસીને ભસ્મ આરતીને નિહાળી હતી.
ગૌતમ ગંભીર બાબા મહાકાલની શરણમાં પહોંચ્યો
ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે ગઈ કાલે સવારે ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. તેણે બૅટિંગકોચ સિતાંશુ કોટક અને પોતાના મૅનેજર ગૌરવ અરોરા સાથે નંદી પાસે બેસીને ભસ્મ આરતીને નિહાળી હતી.
મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધા પછી ગંભીરે ભક્તો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા કરીને ધાર્મિક વિધિઓના સુચારુ સંચાલનથી સંતોષ વ્યક્ત કર્યો હતો. તેણે આશા વ્યક્ત કરી હતી કે બાબા મહાકાલ તેને પાછો બોલાવશે. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં આવતી કાલે ૧૮ જાન્યુઆરીએ ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ત્રીજી અને નિર્ણાયક
વન-ડે મૅચ રમાશે.