અનિલ કુંબલેએ વર્તમાન ભારતીય ટેસ્ટ-ટીમ વિશે મોટું નિવેદન આપ્યું છે
અનિલ કુંબલે
ભારત માટે હાઇએસ્ટ ૯૫૩ વિકેટ લેનાર ભૂતપૂર્વ સ્પિનર અનિલ કુંબલેએ વર્તમાન ભારતીય ટેસ્ટ-ટીમ વિશે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું હતું કે ‘ભારતની ટેસ્ટ-બૅટિંગ લાઇનઅપ અસ્થિર થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયમાં તમે દેશના ટોચના પાંચ બૅટર્સમાંથી કેટલાકને નિવૃત્તિ લેતા જોયા છે કાં તો તેમને તક નથી મળી રહી. વિરાટ કોહલી, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારાએ નિવૃત્તિ લઈ લીધી અને અજિંક્ય રહાણે ટીમમાં જ નથી. ઉપરાંત શુભમન ગિલ ઇન્જરીને કારણે બહાર છે.’
અનિલ કુંબલેએ વધુમાં કહ્યું હતું કે ‘કેટલાક ખરાબ દિવસો આવશે, પણ વર્તમાન ભારતીય પ્લેયર્સ સારું પ્રદર્શન કરશે. ફક્ત ૬, ૭ કે ૮ ટેસ્ટ માટે તેમને ટેકો આપવાની વાત છે, પરંતુ જો તમે છેલ્લી ૧૦-૧૨ ટેસ્ટ-મૅચ જુઓ તો ટોચ પર બૅટિંગ-ઑર્ડર ઉપર-નીચે રહ્યો છે. ત્યાં ઘણાબધા ફેરફારો થયા છે એથી મને ખાતરી છે કે તે ખેલાડીઓ માટે પણ આ થોડો નિરાશાજનક અનુભવ છે.’


