Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઈ-સ્પોર્ટ્‍સ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા આશિષ શેલાર

ઈ-સ્પોર્ટ્‍સ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા આશિષ શેલાર

Published : 29 August, 2026 07:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્ર સરકારમાં ઇલેક્ટ્રૉનિક્સ, IT, AI અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલાર ઈ-સ્પોર્ટ્‍સ ગેમ્સ ફેડરેશન (ESGF)નું સુકાન સંભાળશે. ગઈ કાલે દિલ્હીમાં યોજાયેલી ESGF બોર્ડ મીટિંગ દરમ્યાન આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.

ઈ-સ્પોર્ટ્‍સ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા આશિષ શેલાર

ઈ-સ્પોર્ટ્‍સ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા આશિષ શેલાર


મહારાષ્ટ્ર સરકારમાં ઇલેક્ટ્રૉનિક્સ, IT, AI અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલાર ઈ-સ્પોર્ટ્‍સ ગેમ્સ ફેડરેશન (ESGF)નું સુકાન સંભાળશે. ગઈ કાલે દિલ્હીમાં યોજાયેલી ESGF બોર્ડ મીટિંગ દરમ્યાન આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. બેઠકમાં હાજર તમામ સભ્યો અને રાજ્ય પ્રતિનિધિઓએ સર્વાનુમતે પ્રસ્તાવને ટેકો આપ્યો હતો.
આશિષ શેલારે કહ્યું હતું કે ‘ભારતમાં ઈ-સ્પોર્ટ્‍સ ઝડપથી વિકસી રહ્યું છે અને આપણા યુવાનોમાં અપાર પ્રતિભા છે. આપણા દેશમાં આશરે ૬૦૦ મિલ્યન લોકો ઈ-સ્પોર્ટ્‍સ સાથે સંકળાયેલા છે. આવતા મહિને ભારતીય ઈ-સ્પોર્ટ્‍સ ટીમ એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે જપાન જશે. અમારો પ્રયાસ ખેલાડીઓને વધુ સારાં પ્લૅટફૉર્મ, તાલીમ, સ્પર્ધાઓ અને વિકાસની તકો પૂરી પાડવાનો રહેશે.’  
ઈ-સ્પોર્ટ્‍સ ગેમ્સ ફેડરેશન (ESGF) એ એક રાષ્ટ્રીય સંસ્થા છે જે ભારતમાં ઈ-સ્પોર્ટ્‍સ અને માઇન્ડ સ્પોર્ટ્‍સને પ્રોત્સાહન આપવા, નિયમન કરવા અને વિકસાવવા માટે સમર્પિત છે. ઇન્ટરનૅશનલ લેવલના ઈ-સ્પોર્ટ્‍સ ફેડરેશનની આ સભ્ય સંસ્થા દેશની અંદર એક સંગઠિત અને ટકાઉ ઈ-સ્પોર્ટ્‍સ ઇકોસિસ્ટમ બનાવવામાં પણ ફાળો આપે છે.


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2026 07:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK