ગુરુવારે ભારત સામેની સેમી ફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઍલિસા હીલીએ સાધારણ પ્રદર્શન કર્યું હતું. ભારત સામે મળેલી કારમી હાર બાદ તેને ભવિષ્યના વન-ડે વર્લ્ડ કપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે હું ત્યાં નહીં હોઉં.
ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઍલિસા હીલી
ગુરુવારે ભારત સામેની સેમી ફાઇનલ મૅચમાં ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઍલિસા હીલીએ સાધારણ પ્રદર્શન કર્યું હતું. ભારત સામે મળેલી કારમી હાર બાદ તેને ભવિષ્યના વન-ડે વર્લ્ડ કપ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે હું ત્યાં નહીં હોઉં. તેની આ કમેન્ટથી તે નજીકના ભવિષ્યમાં રિટાયરમેન્ટ લેશે એવી ચર્ચા ક્રિકેટજગતમાં શરૂ થઈ ગઈ છે. તેના પતિ અને ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે હાલમાં જ T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લીધી હતી.
૩૫ વર્ષની હીલીએ ગ્રુપ-સ્ટેજ સુધી અજેય રહેલી પોતાની ટીમ માટે પાંચ મૅચમાં બે સદીના આધારે ૨૯૯ રન ફટકાર્યા હતા. ૨૦૧૦થી તે ઑસ્ટ્રેલિયા માટે ૧૦ ટેસ્ટ-મૅચ, ૧૨૩ વન-ડે મૅચ અને ૧૬૨ T20 મૅચ રમી ચૂકી છે. તેણે ટેસ્ટ-ફૉર્મેટમાં ૪૮૯ રન, વન-ડે ફોર્મેટમાં ૭ સદીના આધારે ૩૫૬૩ રન અને T20 ફોર્મેટમાં એક સદીના આધારે ૩૦૫૪ રન કર્યા છે.


