આ પહેલાં ધોની ભારતીય ટીમ માટે ૨૦૧૭માં આ મેદાન પર T20 મૅચ રમી ચૂક્યો છે.
ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયાએ મહેન્દ્ર સિંહ ધોનીને ૧૮ વર્ષ IPL રમવા બદલ સન્માનિત કર્યો હતો.
ગઈ કાલે હોમ ટીમ રાજસ્થાન રૉયલ્સ (RR) સામે IPL 2025ની અગિયારમી મૅચ રમવા ગુવાહાટી આવેલી ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ અને તેમના અનુભવી ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. શનિવારે મોડી રાત્રે ચેન્નઈથી ગુવાહાટી પહોંચેલા ચેન્નઈના પ્લેયર્સ ઍરપોર્ટથી લઈને રસ્તા પર ફ્રૅન્સની ભારે ભીડ વચ્ચેથી પસાર થઈને હોટેલ પહોંચ્યા હતા. ૨૦૦૮થી ૨૦૨૫ સુધી તમામ ૧૮ સીઝન રમવા બદલ ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયા દ્વારા ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મહેન્દ્ર સિંહ ધોનીનું સન્માન કરવામાં આવ્યું હતું. ચેન્નઈની ટીમ અને ધોની પહેલી વાર આ મેદાન પર IPL મૅચ રમવા આવ્યા છે. આ પહેલાં ધોની ભારતીય ટીમ માટે ૨૦૧૭માં આ મેદાન પર T20 મૅચ રમી ચૂક્યો છે.

