સાઉથ આફ્રિકા સામે વાઇટવૉશ બાદ રિષભ પંતે ફૅન્સની માફી માગી
રિષભ પંત
સાઉથ આફ્રિકા સામે ગુવાહાટી ટેસ્ટ-મૅચમાં સૌથી મોટી હાર અને ટેસ્ટ-સિરીઝમાં ૦-૨થી હાર્યા બાદ ભારતીય ટેસ્ટ વાઇસ-કૅપ્ટન રિષભ પંતે જાહેરમાં માફી માગી છે. તેણે સોશ્યલ મીડિયા પર ટીમ સાથેનો ફોટો શૅર કરીને લખ્યું કે ‘છેલ્લાં બે અઠવાડિયાંથી અમે સારું ક્રિકેટ રમ્યા નથી એ વાતનો કોઈ ઇનકાર નથી. એક ટીમ તરીકે અને વ્યક્તિગત રીતે અમે હંમેશાં ઉચ્ચતમ સ્તર પર પ્રદર્શન કરવા અને અબજો ભારતીયોના ચહેરા પર સ્મિત લાવવા માગીએ છીએ.’
તેણે વધુમાં લખ્યું કે ‘માફ કરશો કે આ વખતે આપણે અપેક્ષાઓ પર ખરા ઊતરી શક્યા નહીં, પરંતુ રમતગમત ટીમ અને વ્યક્તિગત રીતે તમને શીખવાનું અને વિકાસ કરવાનું શીખવે છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવું એ અમારા જીવનનું સૌથી મોટું સન્માન છે. અમે જાણીએ છીએ કે આ ટીમ કેટલી સક્ષમ છે અને અમે મજબૂત અને વધુ સારી રીતે પાછા આવવા માટે સખત મહેનત કરીશું, ફરીથી જૂથ બનાવીશું, ફરીથી ધ્યાન કેન્દ્રિત કરીશું. તમારા અવિરત સમર્થન અને પ્રેમ બદલ આભાર, જય હિન્દ.’


