ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ સ્ક્વૉડમાં મળ્યું સ્થાન, વૈભવ સૂર્યવંશીને સ્ટૅન્ડબાય રખાયો
ઈશાન કિશન અને અભિમન્યુ ઈશ્વરન
આગામી દુલીપ ટ્રોફી માટે ઈસ્ટ ઝોન સ્ક્વૉડની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમનું નેતૃત્વ વિકેટકીપર-બૅટર્સ ઈશાન કિશન કૅપ્ટન અને અભિમન્યુ ઈશ્વરન વાઇસ-કૅપ્ટન તરીકે કરશે. ૧૫ સભ્યોની આ સ્ક્વૉડમાં આકાશ દીપ, રિયાન પરાગ, મુકેશ કુમાર જેવા સ્ટાર પ્લેયર્સ પણ સામેલ છે.
ફિટનેસ-સમસ્યાઓને કારણે ભારતીય ટીમની બહાર ચાલી રહેલા અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ આ સ્ક્વૉડમાં એન્ટ્રી મળી છે. ગયા મહિને ભારતની અન્ડર-19 ટીમની ઇંગ્લૅન્ડ ટૂર દરમ્યાન યુથ વન-ડેમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીને મુખ્ય સ્ક્વૉડમાં સ્થાન નથી મળ્યું. તે અન્ય છ પ્લેયર્સ સાથે સ્ટૅન્ડબાય લિસ્ટમાં સામેલ છે.
ADVERTISEMENT
T20 એશિયા કપની ૧૧ મૅચ દુબઈ અને ૮ મૅચ અબુ ધાબીમાં રમાશે
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ ગઈ કાલે T20 એશિયા કપ ૨૦૨૫ના વેન્યુ અને મૅચના સમયની જાહેરાત કરી હતી. ટુર્નામેન્ટની ૧૯ મૅચમાંથી અગિયાર દુબઈમાં અને ૮ અબુ ધાબીમાં રમાશે. નવ સપ્ટેમ્બરે પહેલી મૅચ અબુ ધાબીથી શરૂ થશે અને ૨૮ સપ્ટેમ્બરે ફાઇનલ મૅચ દુબઈના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતની યજમાન યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) અને પાકિસ્તાન સામેની પહેલી બે ગ્રુપ સ્ટેજ મૅચ દુબઈમાં અને ઓમાન સામેની મૅચ અબુ ધાબીમાં રમાશે. સુપર-ફોર છ મૅચમાંથી માત્ર એક મૅચ અબુ ધાબીમાં રમાશે. શેડ્યુલ અનુસાર ઑલમોસ્ટ તમામ મૅચ સાંજે ૬ વાગ્યાથી શરૂ થશે.

