Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાન સુપર લીગમાં બૉલ-ટૅમ્પરિંગ બદલ ફખર ઝમાન પર બે મૅચનો પ્રતિબંધ

પાકિસ્તાન સુપર લીગમાં બૉલ-ટૅમ્પરિંગ બદલ ફખર ઝમાન પર બે મૅચનો પ્રતિબંધ

Published : 01 April, 2026 11:53 AM | IST | Karachi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પુષ્ટિ કરી હતી કે ક્રિકેટર ફખર ઝમાનને પાકિસ્તાન સુપર લીગની આગામી બે મૅચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તે ટુર્નામેન્ટની આચારસંહિતાના લેવલ-3ના ઉલ્લંઘનનો દોષી સાબિત થયો છે.

પાકિસ્તાન સુપર લીગમાં બૉલ-ટૅમ્પરિંગ બદલ ફખર ઝમાન પર બે મૅચનો પ્રતિબંધ

પાકિસ્તાન સુપર લીગમાં બૉલ-ટૅમ્પરિંગ બદલ ફખર ઝમાન પર બે મૅચનો પ્રતિબંધ


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પુષ્ટિ કરી હતી કે ક્રિકેટર ફખર ઝમાનને પાકિસ્તાન સુપર લીગની આગામી બે મૅચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તે ટુર્નામેન્ટની આચારસંહિતાના લેવલ-3ના ઉલ્લંઘનનો દોષી સાબિત થયો છે. આ આરોપ કલમ 2.14ના ઉલ્લંઘન સાથે સંબંધિત છે જે બૉલની સ્થિતિ બદલવા વિશે છે. 
આ ઘટના ૨૯ માર્ચે ગદ્દાફી સ્ટેડિયમમાં લાહોર કલંદર્સ અને કરાચી કિંગ્સ વચ્ચેની મૅચ દરમ્યાન બની હતી. આ ઘટના મૅચની અંતિમ ક્ષણોમાં બની હતી જ્યારે ઑન-ફીલ્ડ અમ્પાયરોએ કરાચી કિંગ્સની ઇનિંગ્સની અંતિમ ઓવર પહેલાં બૉલના આકારમાં ફેરફારનો આરોપ લગાવીને લાહોર કલંદર્સને પાંચ રનનો દંડ ફટકાર્યો હતો. વાઇરલ વિડિયોમાં ૩૫  વર્ષનો ફઝર ઝમાન સ્પષ્ટ રીતે બૉલનો આકાર બદલતો જોવા મળ્યો હતો. એ ભૂતકાળમાં પણ આવી હરકત કરી ચૂક્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2026 11:53 AM IST | Karachi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK