ભારત-પાકિસ્તાનની ટક્કર પર રહેશે સૌની નજર
આજથી ૯ નવેમ્બર દરમ્યાન ૧૨ ટીમ વચ્ચે હૉન્ગકૉન્ગ સિક્સર્સ ટુર્નામેન્ટ રમાશે
આજથી ૯ નવેમ્બર દરમ્યાન ૧૨ ટીમ વચ્ચે ૬-૬ ઓવરની મૅચ માટે જાણીતી હૉન્ગકૉન્ગ સિક્સર્સ ટુર્નામેન્ટ રમાશે. ૧૯૯૨થી હૉન્ગકૉન્ગમાં રમાતી આ ટુર્નામેન્ટમાં આ સીઝનમાં ચાર ગ્રુપમાં ત્રણ-ત્રણ ટીમોને વિભાજિત કરવામાં આવી છે. દરેક ગ્રુપની ટૉપ-ટૂ ટીમ આગળના રાઉન્ડમાં પહોંચશે. ભારત ગ્રુપ-Cમાં પાકિસ્તાન અને કુવૈત સાથે સામેલ છે.
ભારત આજે બપોરે પાકિસ્તાન સામે અને આવતી કાલે સવારે કુવૈત સામે રમશે. દિનેશ કાર્તિકના નેતૃત્વમાં સ્ટુઅર્ટ બિન્ની, રૉબિન ઉથપ્પા, પ્રિયાંક પંચાલ, અભિમન્યુ મિથુન, શાહબાઝ નદીમ અને ભરત ચિપલી જેવા ભૂતપૂર્વ પ્લેયર્સ ટીમ ઇન્ડિયા માટે રમશે. સ્ક્વૉડમાંથી માત્ર ૬ પ્લેયર્સ મેદાન પર રમવા ઊતરશે. આર. અશ્વિન ઇન્જરીને કારણે બહાર થઈ ગયો છે.


