સિલેક્શન કમિટી પર ભડકેલા મોહમ્મદ શમીએ કહ્યું...સિલેક્ટર્સને મારી ફિટનેસ વિશે અપડેટ્સ આપવાની જવાબદારી મારી નથી
મોહમ્મદ શમી
રણજી ટ્રોફીની નવી સીઝનની પૂર્વસંધ્યાએ ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ મોટું નિવેદન આપ્યું છે. બંગાળની રણજી ટીમમાં સ્થાન મેળવનાર મોહમ્મદ શમીએ કહ્યું હતું કે ‘મારે આ વિશે વાત કરીને કોઈ વિવાદ ઊભો કરવાની જરૂર નથી. જો હું ચાર દિવસીય ક્રિકેટ (રણજી ટ્રોફી) રમી શકું છું તો હું ૫૦ ઓવરની મૅચ પણ રમી શકું છું.’ મોહમ્મદ શમી ઑસ્ટ્રેલિયાની ટૂર માટે ભારતીય સ્ક્વૉડમાં સિલેક્ટ થયો નથી. ચીફ સિલેક્ટર અજિત આગરકરે
પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે શમીની ફિટનેસ વિશે અમારી પાસે કોઈ માહિતી નથી.
ADVERTISEMENT
નાની-મોટી ઇન્જરીમાંથી સ્વસ્થ થઈ રહેલા મોહમ્મદ શમીએ વધુમાં કહ્યું હતું કે ‘અપડેટ્સ આપવાની વાત કરીએ તો અપડેટ્સ આપવાની કે અપડેટ્સ માગવાની જવાબદારી મારી નથી. મારી ફિટનેસ વિશે અપડેટ્સ આપવાનું મારું કામ નથી. મારું કામ સેન્ટર ઑફ એક્સલન્સ (NCA)માં જવાનું, તૈયારી કરવાનું અને મૅચ રમવાનું છે. કોણ તેમને અપડેટ કરે છે અને કોણ નથી કરતું એ તેમનો વ્યવસાય છે, એ મારી જવાબદારી નથી.’

