Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ICC Men`s T20 World Cup 2026: આજની ત્રણ મૅચો કઈ?

ICC Men`s T20 World Cup 2026: આજની ત્રણ મૅચો કઈ?

Published : 10 February, 2026 11:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજની ત્રણ મૅચ - નેધરલૅન્ડ્સ vs નામિબિયા, ન્યુ ઝીલૅન્ડ vs યુનાઇટેડ આરબ એમિરેટ્સ,

નેધરલૅન્ડ્સનો કૅપ્ટન સ્કૉટ એડવર્ડ્‌સ, નામિબિયાનો કૅપ્ટન ગેરહાર્ડ ઍરાસ્મસ

નેધરલૅન્ડ્સનો કૅપ્ટન સ્કૉટ એડવર્ડ્‌સ, નામિબિયાનો કૅપ્ટન ગેરહાર્ડ ઍરાસ્મસ


નેધરલૅન્ડ્સ vs નામિબિયા : સવારે ૧૧.૦૦ વાગ્યે

મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ચોથા દિવસની પહેલી મૅચ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. સવારે ૧૧ વાગ્યાથી ગ્રુપ Aની ટીમો નેધરલૅન્ડ્સ અને નામિબિયા વચ્ચેની ટક્કર શરૂ થશે. બન્ને ટીમ વચ્ચે ૨૦૧૯થી ૨૦૨૪ દરમ્યાન પાંચ T20 મૅચ રમાઈ છે જેમાંથી અંતિમ મૅચ નો-રિઝલ્ટ રહી હતી. નેધરલૅન્ડ્સે ૩ જીત મેળવી છે, જ્યારે નામિબિયાએ ૨૦૨૧ની એક ટક્કરમાં આ હરીફ ટીમને ચોંકાવી દીધી હતી. વન-ડે ફૉર્મેટની પાંચ ટક્કરમાંથી પણ નામિબિયા ટીમ નેધરલૅન્ડ્સ સામે એક મૅચ જીતી છે. સાતમી વખત T20 વર્લ્ડ કપ રમી રહેલા નેધરલૅન્ડ્સે પહેલા જ દિવસે કોલંબોમાં પાકિસ્તાન ટીમને ૧૪૮ રનના ટાર્ગેટ સામે હંફાવી હતી. નામિબિયા ૨૦૨૧થી સતત ચોથી વખત T20 વર્લ્ડ કપ રમવા ઊતરશે.



ન્યુ ઝીલૅન્ડ vs યુનાઇટેડ આરબ એમિરેટ્સ : બપોરે ૩.૦૦ વાગ્યે


ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન મિચલ સૅન્ટનર, UAEનો કૅપ્ટન મુહમ્મદ વસીમ


ચેન્નઈમાં આજે બપોરે ૩ વાગ્યે ગ્રુપ Dની ટીમ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) ન્યુ ઝીલૅન્ડ સામે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. સતત ૧૦ વર્લ્ડ કપ રમી રહેલી કિવી ટીમે અફઘાનિસ્તાન સામે આ જ મેદાન પર જીત મેળવીને વિજયી શરૂઆત કરી હતી. UAEની ટીમ ૨૦૧૪ અને ૨૦૨૧ બાદ પોતાનો ત્રીજો T20 વર્લ્ડ કપ રમવા ઊતરશે. આ બન્ને ટીમ વચ્ચે ૨૦૨૩માં ૩ T20 મૅચની એક સિરીઝ રમાઈ છે. એમાંથી ન્યુ ઝીલૅન્ડ પહેલી અને અંતિમ મૅચ જીત્યું હતું. જ્યારે એક મૅચમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સે જીત મેળવી હતી. ૧૯૯૬માં બન્ને વચ્ચે એકમાત્ર વન-ડે મૅચ રમાઈ હતી. એમાં ન્યુ ઝીલૅન્ડે વિજય મેળવ્યો હતો.

પાકિસ્તાન vs અમેરિકા : સાંજે ૭.૦૦ વાગ્યે

કોલંબોમાં આજે સાંજે ૭ વાગ્યે રમાનારી પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેની મૅચ પર આખા ક્રિકેટ જગતની નજર રહેશે. ૨૦૨૪ના T20 વર્લ્ડ કપમાં બન્ને દેશ વચ્ચે પહેલવહેલી ટક્કર થઈ હતી. આ મૅચમાં એ સમયના યજમાન અમેરિકાએ પાકિસ્તાન સામે ૧૫૯ રનનો સ્કોર લેવલ કરીને સુપર ઓવરમાં યાદગાર જીત નોંધાવી હતી. વર્તમાન સીઝનમાં નેધરલૅન્ડ્સ બાદ અસોસિએટ નેશન ટીમ અમેરિકા પણ પાકિસ્તાનને પડકાર આપી શકે છે. અમેરિકાએ પોતાની પહેલી જ મૅચમાં મુંબઈમાં ટીમ ઇન્ડિયાને ગભરાવી દીધું હતું.

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK