રવિવારે ઑસ્ટ્રેલિયા સામેની હાર છતાં ભારતીય ટીમ પૉઇન્ટ-ટેબલમાં ટૉપ ફોરમાં જળવાઈ રહી હતી
ચાર મૅચમાં બે હાર અને બે જીત તેમ જ ૦.૬૮૨ની રનરેટ સાથે ભારતીય ટીમ ત્રીજા ક્રમે છે
વિશાખપટનમમાં સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા સામે વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025માં ભારતીય ટીમે છેલ્લી ઓવરોમાં હારનો સામનો કરવો પડ્યો. બન્ને મૅચમાં અંતિમ ઓવરોમાં જીતેલી બાજી ગુમાવનાર હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીનું વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન હવે જોખમમાં છે. રવિવારે ઑસ્ટ્રેલિયા સામેની હાર છતાં ભારતીય ટીમ પૉઇન્ટ-ટેબલમાં ટૉપ ફોરમાં જળવાઈ રહી હતી. ચાર મૅચમાં બે હાર અને બે જીત તેમ જ ૦.૬૮૨ની રનરેટ સાથે ત્રીજા ક્રમે છે. ભારતીય ટીમ પાસે હજી પણ સેમી ફાઇનલમાં પહોંચવાની તક છે, પણ રાહ થોડી મુશ્કેલ બની ગઈ છે. ભારત હવે બાકીની ત્રણ લીગમાં બે ભૂતપૂર્વ ચૅમ્પિયનો ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ સામે અને એક અનપ્રિડિક્ટેબલ બંગલાદેશ સામે રમવાનું છે. આ ત્રણેય અથવા ત્રણમાંથી બે મૅચ જીતીને પણ ભારત સેમી ફાઇનલમાં ક્વૉલિફાય થઈ શકે છે. ગયા વર્લ્ડ કપમાં ત્રણ જીત અને સાધારણ નેટ રનરેટ સાથે પૉઇન્ટ-ટેબલમાં પાંચમા ક્રમાંકે રહીને સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય નહોતી થઈ શકી. ઘરઆંગણે એવી હાલત ફરી ન થાય એ માટે ભારતીય ટીમે હવે જીતવાના દૃઢ નિશ્ચય સાથે મેદાનમાં ઊતરવું પડશે.
ભારતીય ટીમની બાકીની મૅચ
ADVERTISEMENT
૧૯ આૅક્ટોબર - ઇંગ્લૅન્ડ (ઇન્દોર)
૨૩ આૅક્ટોબર - ન્યુ ઝીલૅન્ડ (નવી મુંબઈ)
૨૬ આૅક્ટોબર - બંગલાદેશ (નવી મુંબઈ)

