ઉથપ્પાને ૨૦ સપ્ટેમ્બરે અને યુવરાજ સિંહને ૨૩ સપ્ટેમ્બરે દિલ્હીમાં ED હેડક્વૉર્ટરમાં અધિકારીઓ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે
યુવરાજ સિંહ, રૉબિન ઉથપ્પા
ગેરકાનૂની બેટિંગ-ઍપ 1xBET પરના મની-લૉન્ડરિંગ કેસના મામલે ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના બાદ હવે યુવરાજ સિંહ અને રૉબિન ઉથપ્પાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા સમન્સ મોકલવામાં આવ્યાં છે. ઉથપ્પાને ૨૦ સપ્ટેમ્બરે અને યુવરાજ સિંહને ૨૩ સપ્ટેમ્બરે દિલ્હીમાં ED હેડક્વૉર્ટરમાં અધિકારીઓ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે. આ કેસમાં ED દ્વારા ભૂતપૂર્વ ક્રિકેટરો શિખર ધવન અને હરભજન સિંહ ઉપરાંત અભિનેત્રી ઉર્વશી રાઉતેલાની પૂછપરછ થઈ ચૂકી છે. આ પૂછપરછ ગેરકાયદે બેટિંગ-ઍપ 1xBET સબંધિત છે, જેના પર લોકો સાથે અને રોકાણકારોના કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો તેમ જ મોટા પાયે ટૅક્સચોરી કરવાનો આરોપ છે.

