યુવા ટૅલન્ટ ઓપનર બૅટર સૅમ કૉન્સ્ટૅસ (૧૪૪ બૉલમાં ૩ સિક્સર અને ૧૦ ફોર સાથે ૧૦૯ રન)એ શાનદાર સેન્ચુરી ફટકારી હતી
સૅમ કૉન્સ્ટૅસ
ઉત્તર પ્રદેશના લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ગઈ કાલે શરૂ થયેલી ભારત અને ઑસ્ટ્રેલિયા-A ટીમ વચ્ચે પ્રથમ અનઑફિશ્યલ ટેસ્ટ-સિરીઝની પ્રથમ મૅચના પ્રથમ દિવસે મહેમાન કાંગારૂ ટીમે શાનદાર શરૂઆત કરતાં પાંચ વિકેટે ૩૩૭ રન બનાવ્યા હતા. યુવા ટૅલન્ટ ઓપનર બૅટર સૅમ કૉન્સ્ટૅસ (૧૪૪ બૉલમાં ૩ સિક્સર અને ૧૦ ફોર સાથે ૧૦૯ રન)એ શાનદાર સેન્ચુરી ફટકારી હતી. કૉન્સ્ટૅસ અને સાથી-ઓપનર કૅમ્પબેલ કેલાવે (૮૮ રન)એ ૧૯૮ રનની ઓપનિંગ પાર્ટનરશિપ વડે ટીમને મજબૂત શરૂઆત કરાવી આપી હતી. કૅપ્ટન નૅથન મૅકસ્વીની એક જ રન બનાવી શક્યો હતો, પણ કૂપર કૉનોલી ૮૪ બૉલમાં ૭૦ રનની આક્રમક ઇનિંગ્સ વડે ટીમને મોટા સ્કોર સુધી લઈ ગયો હતો. ભારત વતી ૮૮ રનમાં ૩ વિકેટ સાથે હર્ષ દુબે સૌથી સફર બોલર રહ્યો હતો. ખલીલ અહમદ અને ગુરનૂર બ્રારને એક-એક વિકેટ મળી હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૧૧ ઓવરમાં ૪૭ રન આપ્યા હતા, પણ તેને વિકેટ નહોતી મળી.

