ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તેમણે પંજાબ-ચંડીગઢ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતા બોલરો નેટ-પ્રૅક્ટિસમાં સાથ આપી રહ્યા હતા.
જગજિત સિંહ સંધુ, હરપ્રીત બાર
આગામી બીજી જુલાઈથી ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી બીજી ટેસ્ટ-મૅચ માટે ભારતીય ટીમે બર્મિંગહૅમમાં ગયા અઠવાડિયે જ પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તેમણે પંજાબ-ચંડીગઢ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમતા બોલરો નેટ-પ્રૅક્ટિસમાં સાથ આપી રહ્યા હતા.
પંજાબ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર અને ૨૦૧૯થી પંજાબ કિંગ્સ માટે IPL રમનાર સ્પિનર હરપ્રીત બારની સાથે ચંડીગઢ માટે રમતો ફાસ્ટ બોલર જગજિત સિંહ સંધુ પણ નેટ-સેશન દરમ્યાન ભારતીય પ્લેયરોને બોલિંગ કરતો જોવા મળ્યો હતો. આ બન્ને કૅપ્ટન શુભમન ગિલ અને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ સાથે ડોમેસ્ટિક ક્રિકેટ રમી ચૂક્યા છે. આ બન્ને પ્લેયરો ઇંગ્લૅન્ડમાં અંગત કારણોસર હાજર હતા.

