Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દિલધડક રનચેઝમાં ૧ રનથી હારી વિરાટની ટીમ

દિલધડક રનચેઝમાં ૧ રનથી હારી વિરાટની ટીમ

22 April, 2024 07:38 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલકત્તાના ૨૨૩નના પડકાર સામે બૅન્ગલોરના ૨૨૧

અંતિમ બૉલમાં વિકેટકીપર ફિલ સૉલ્ટે લૉકી ફર્ગ્યુસનને રનઆઉટ કરીને કલકત્તાને જીત અપાવી હતી.

IPL 2024

અંતિમ બૉલમાં વિકેટકીપર ફિલ સૉલ્ટે લૉકી ફર્ગ્યુસનને રનઆઉટ કરીને કલકત્તાને જીત અપાવી હતી.


ક્રિકેટના મેદાનમાં ૧ રનની શું કિંમત હોય છે એ ગઈ કાલે ફરી દુનિયાભરના ક્રિકેટ-ફૅન્સને સમજાઈ ગયું હતું. બૅન્ગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેનો મહામુકાબલો હાઈ-સ્કોરિંગ રહ્યો હતો. કલકત્તાના વિકેટકીપર ફિલ સૉલ્ટે અંતિમ બૉલમાં લૉકી ફર્ગ્યુસનને રનઆઉટ કરીને કલકત્તાને ૧ રનથી જીત અપાવી હતી. કલકત્તાની આ IPL ઇતિહાસની સૌથી ઓછા અંતરની જીત અને બૅન્ગલોરની સૌથી ઓછા અંતરની હાર હતી. 

ગ્રીન જર્સીમાં ઊતરેલી બૅન્ગલોરની ટીમ સામે કલકત્તાએ ફિલ સૉલ્ટના ૪૮, કૅપ્ટન શ્રેયસ ઐયરના ૫૦ અને આન્દ્રે રસેલ-રિન્કુ સિંહના ૨૪-૨૪ રનની મદદથી ૬ વિકેટ ગુમાવીને ૨૨૨ રન કર્યા હતા. વર્તમાન સીઝનમાં કલકત્તાએ ત્રીજી વખત ૨૨૦ પ્લસ રનનો સ્કોર ફટકારી સનરાઇઝર્સ હૈદરાબાદ (૨૦૨૪) અને ચેન્નઈ સુપર કિંગ્સ (૨૦૨૩)ના રેકૉર્ડની બરોબરી કરી લીધી હતી. ૨૨૩ રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલા બૅન્ગલોરના ટૉપ બૅટ્સમેન સસ્તામાં આઉટ થઈ ગયા હતા. રજત પાટીદાર (૫૨) અને વિલ જૅક્સ (૫૫) વચ્ચે થયેલી ૧૦૨ રનની પાર્ટનરશિપે બૅન્ગલોરને ટાર્ગેટ સુધી પહોંચવામાં મદદ કરી હતી, પણ સુનીલ નારાયણ (બે વિકેટ) અને આન્દ્રે રસેલ (૩ વિકેટ)ની આક્રમક બોલિંગ અને સતત પડતી જતી વિકેટને કારણે બૅન્ગલોર જીતથી દૂર થતું ગયું. મિચેલ સ્ટાર્કની અંતિમ ઓવરમાં જીતવા માટે ૨૧ રનની જરૂર હતી, ૫૦ લાખના કર્ણ શર્મા (૨૦ રન)એ IPL ઇતિહાસના સૌથી મોંઘા બોલર સામે ૩ સિક્સર ફટકારીને બૅન્ગલોરની જીતની શક્યતા વધુ પ્રબળ કરી હતી, પરતું મિચેલ સ્ટાર્કના કૅચ અને અંતિમ બૉલમાં ફિલ સૉલ્ટે કરેલા રનઆઉટને લીધે કલકત્તાએ ૧ રનથી જીત મેળવી હતી. 



૧૦ પૉઇન્ટ સાથે ફરી એક વાર કોલકાતા નાઇટ રાઇડર્સ પૉઇન્ટ્સ-ટેબલ પર બીજા ક્રમે પહોંચી ગયું છે, જ્યારે ટુર્નામેન્ટમાંથી લગભગ આઉટ થઈ ગયેલું રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ ફક્ત બે પૉઇન્ટ સાથે છેલ્લા સ્થાને છે. ઑલઆઉટ થઈને હારનાર બૅન્ગલોરે T20 ઇતિહાસમાં મોટો રેકૉર્ડ કર્યો હતો. બૅન્ગલોરે ૨૨૧ રનમાં ઑલઆઉટ થઈને T20 ઇતિહાસનો સૌથી મોટો ઑલઆઉટ સ્કોરનો રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો.


ફુલટૉસ બૉલમાં આઉટ થયો કોહલી અને શરૂ થયો વિવાદ
જ્યારે વિરાટ કોહલી ત્રીજી ઓવરમાં આઉટ થયો ત્યારે મોટો વિવાદ સર્જાયો હતો. હર્ષિત રાણાએ પહેલો જ બૉલ ફુલટૉસ ફેંક્યો હતો. બૉલ કોહલીના બૅટ પર વાગ્યો અને હવામાં ઊછળ્યો હતો. કૅચઆઉટ થયા બાદ કોહલીએ તરત રિવ્યુની માગણી કરી, કારણ કે તેને લાગ્યું હતું કે એ નો-બૉલ છે, પણ ગ્રાફિક્સમાં જોયું ત્યારે બૉલની ઊંચાઈ નો-બૉલ લાઇનથી નીચે હતી. એ બધું જોઈને કોહલીએ મેદાન પર હાજર અમ્પાયર સાથે દલીલ કરી હતી. ગુસ્સામાં પૅવિલિયન તરફ પાછા જતા વિરાટ કોહલીનો વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2024 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK