ઈડન ગાર્ડન્સમાં બુધવારે કોલકાતા નાઇટ રાઇડર્સના કૅપ્ટન અજિંક્ય રહાણેને કૅચ-આઉટ કરીને ચેન્નઈ સુપર કિંગ્સના અનુભવી સ્પિનર રવીન્દ્ર જાડેજાએ મોટો રેકૉર્ડ પોતાને નામે કર્યો છે. ૩૬ વર્ષનો જાડેજા હવે ચેન્નઈ સુપર કિંગ્સનો હાઇએસ્ટ વિકેટટેકર બોલર બન્યો છે.
રવીન્દ્ર જાડેજા
ઈડન ગાર્ડન્સમાં બુધવારે કોલકાતા નાઇટ રાઇડર્સના કૅપ્ટન અજિંક્ય રહાણેને કૅચ-આઉટ કરીને ચેન્નઈ સુપર કિંગ્સના અનુભવી સ્પિનર રવીન્દ્ર જાડેજાએ મોટો રેકૉર્ડ પોતાને નામે કર્યો છે. ૩૬ વર્ષનો જાડેજા હવે ચેન્નઈ સુપર કિંગ્સનો હાઇએસ્ટ વિકેટટેકર બોલર બન્યો છે. ચેન્નઈ માટે ૧૮૪ મૅચમાં ૧૪૧ વિકેટ લેનાર જાડેજા ૨૦૧૨થી આ ટીમ માટે ૧૨ સીઝન રમ્યો છે. તેણે આ મામલે ડ્વેઇન બ્રાવો (૧૧૬ મૅચમાં ૧૪૦ વિકેટ)ને પછાડ્યો છે.
જોકે આ ટીમ માટે ૧૫૦ T20 વિકેટ પૂરી કરવા મામલે તે ડ્વેઇન બ્રાવો (૧૫૪ વિકેટ) બાદ બીજા ક્રમે છે. જાડેજા ચૅમ્પિયન્સ લીગ T20માં ચેન્નઈ માટે નવ વિકેટ લઈ ચૂક્યો છે.

