મેદાન પર જમા થયેલા પાણીમાં ૨૯ વર્ષના આ ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડરે ડાઇવ પણ લગાવી હતી
ટિમ ડેવિડ મેદાન પર વરસાદી પાણીમાં નહાવા લાગ્યો હતો
૧૫ મેએ સાંજે બૅન્ગલોરમાં ભારે વરસાદને કારણે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બૅન્ગલોર અને કલકત્તાની ટીમનું પ્રૅક્ટિસ-સેશન ખોરવાયું હતું. તમામ પ્લેયર્સ અને કોચિંગ સ્ટાફને મેદાન છોડીને ડ્રેસિંગ રૂમમાં જવું પડ્યું હતું, પણ સિંગાપોરમાં જન્મેલો ટિમ ડેવિડ પોતાને રોકી શક્યો નહોતો અને ડ્રેસ ઉતારીને બાળકની જેમ મેદાન પર વરસાદી પાણીમાં નહાવા લાગ્યો હતો. મેદાન પર જમા થયેલા પાણીમાં ૨૯ વર્ષના આ ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડરે ડાઇવ પણ લગાવી હતી.
આજે પણ બૅન્ગલોરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણની શક્યતા હોવાથી બૅન્ગલોર અને કલકત્તાની મૅચમાં વરસાદ વિલન બની શકે છે. વરસાદને કારણે જો મૅચ રદ થશે તો બૅન્ગલોર પ્લેઑફમાં પોતાનું સ્થાન મજબૂત કરશે, પણ કલકત્તાની પ્લેઑફની આશાને મોટી અસર થશે.

