ઉમેશ યાદવ RCB માટે ૨૦૧૮થી ૨૦૨૧ સુધી ૩ સીઝનમાં ૨૭ મૅચ રમ્યો હતો
યશ દયાલ
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) રેપ-કેસના આરોપી ફાસ્ટ બોલર યશ દયાલ વિશે મોટો નિર્ણય લઈ શકે છે. અહેવાલો અનુસાર ૨૮ વર્ષનો યશ દયાલ આગામી વર્ષની ટુર્નામેન્ટમાં ભાગ લેશે કે નહીં એ સ્પષ્ટ નથી. ટીમ અનુભવી ઝડપી બોલર ઉમેશ યાદવ સહિતના પ્લેયર્સને સંભવિત રિપ્લેસમેન્ટ તરીકે ધ્યાનમાં લઈ શકે છે. IPL 2026ના મિની ઑક્શનમાં ૧.૫ કરોડ રૂપિયાની બેઝ-પ્રાઇસ ધરાવતો આ અનુભવી ફાસ્ટ બોલર અનસોલ્ડ રહ્યો હતો. ૩૮ વર્ષનો ઉમેશ યાદવ IPLમાં ૨૦૦૯થી ૨૦૨૪ સુધી ૧૪૮ મૅચમાં ૧૪૪ વિકેટ લઈ ચૂક્યો છે. તે RCB માટે ૨૦૧૮થી ૨૦૨૧ સુધી ૩ સીઝનમાં ૨૭ મૅચ રમ્યો હતો જેમાં તેણે ૨૮ વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવ ભારત માટે છેલ્લે જૂન ૨૦૨૩માં રમ્યો હતો.


