Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સીઝનમાં પહેલી વાર દરેક ટીમના કમસે કમ એક બૅટરની સેન્ચુરી

સીઝનમાં પહેલી વાર દરેક ટીમના કમસે કમ એક બૅટરની સેન્ચુરી

Published : 17 May, 2026 09:00 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPLની આ ૧૯મી સીઝનમાં શુક્રવાર સુધી સેકન્ડ હાઇએસ્ટ ૧૩ શતક : મુંબઈ વતી ૩ બૅટરોએ, ચેન્નઈના સંજુ સૅમસને બે તથા બાકીની આઠેય ટીમના એક-એક ખેલાડીએ ફટકારી છે સદી

વિરાટ કોહલી

વિરાટ કોહલી


બુધવારે કલકત્તા સામે વિરાટ કોહલીએ IPLની નવમી, T20ની દસમી અને આ સીઝનની પહેલી સેન્ચુરી ફટકારીને ટીમને પૉઇન્ટ-ટેબલમાં નંબર વન બનાવી દીધી હતી. વિરાટની આ સેન્ચુરી સાથે IPLમાં પણ એક અનોખો ઇતિહાસ રચાઈ ગયો હતો. ટુર્નામેન્ટમાં પ્રથમ વાર એવું જોવા મળ્યું છે કે રમી રહેલી દરેક ટીમના કમસે કમ એક બૅટરના નામે સેન્ચુરી હોય. આ સીઝનમાં ક્વિન્ટન ડી કૉક અને વિરાટ કોહલી જેવા જૂના જોગીઓએ કમાલ કરી છે જ્યારે વૈભવ સૂર્યવંશી અને કૂપર કૉનોલી જેવા યુવાઓ એ પણ મેદાન ગજવ્યું છે. મુંબઈ માટે સીઝન ખૂબ ખરાબ રહી છે પણ નવાઈની વાત છે કે ટીમ વતી રાયલ રિકલ્ટન, ક્વિન્ટન ડી કૉક અને તિલક વર્મા એમ સૌથી વધુ ત્રણ ખેલાડીઓએ સેન્ચુરી ફટકારી છે. ચેન્નઈ વતી સંજુ સૅમસને બે સદી નોંધાવી છે. બાકીની આઠેય ટીમના એક-એક બૅટરના નામે ત્રણ આંકડાનો સ્કોર છે.

IPLમાં અત્યાર સુધી કુલ 123 સેન્ચુરી નોંધાઈ છે, જેમાં વિરાટ કોહલીની સૌથી વધુ ૯ સેન્ચુરી છે.



૨૦૨૬ના શતકવીરો

ટીમ

સેન્ચુરિયન

મુંબઈ ઇન્ડિયન્સ

રાયલ રિકલ્ટન (અણનમ ૧૨૩), ક્વિન્ટન ડી કૉક (અણનમ ૧૧૨), તિલક વર્મા (અણનમ ૧૦૧)

ચેન્નઈ સુપર કિંગ્સ

સંજુ સૅમસન (અણનમ ૧૦૨ અને અણનમ ૧૧૫)

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ

વિરાટ કોહલી (અણનમ ૧૦૫)

રાજસ્થાન રૉયલ્સ

વૈભવ સૂર્યવંશી (૧૦૩)

પંજાબ કિંગ્સ

કૂપર કૉનોલી (અણનમ ૧૦૭)

સનરાઇઝર્સ હૈદરાબાદ

અભિષેક શર્મા (અણનમ ૧૩૫)

દિલ્હી કૅપિટલ્સ

કે. એલ. રાહુલ (અણનમ ૧૫૨)

કોલકાતા નાઇટ રાઇડર્સ  

ફિન ઍલન (અણનમ ૧૦૦)

ગુજરાત ટાઇટન્સ

સાઈ સુદર્શન (૧૦૦)


સીઝનમાં હાઇએસ્ટ ૧૪ સેન્ચુરી ૨૦૨૪માં

IPLની આ ધમાકેદાર સીઝનમાં કુલ ૧૩ સેન્ચુરી છે અને એક સીઝનમાં સૌથી વધુ સેન્ચુરીના રેકૉર્ડથી માત્ર એક સેન્ચુરી ઓછી છે. ૨૦૨૪માં હાઇએસ્ટ ૧૪ સેન્ચુરી જોવા મળી હતી. આ સીઝનમાં કુલ ૭ બૅટરો નર્વસ નાઇન્ટીઝના શિકાર બન્યા છે જેમાં પ્રિયાંશ આર્ય (૯૩), કે. એલ રાહુલ (૯૨), ઈશાન કિશન (૯૧), નીતીશ રાણા (૯૧), સમીર રિઝવી (૯૦), રિયાન પરાગ (૯૦) અને શુક્રવારે દુર્ભાગ્યપૂર્ણ રીતે ૯૦ રન બનાવીને રનઆઉટ થયેલો મિચલ માર્શ સામેલ છે.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2026 09:00 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK