CISFની મેગા સાઇક્લોથૉનમાં બે ટીમ ભારતના દરિયાકાંઠા ક્ષેત્રનાં ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૬૫૫૩ કિલોમીટરની પચીસ દિવસની યાત્રા પર છે
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના અનુભવી ક્રિકેટર એમ. એસ. ધોનીએ હાલમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ની ઇવેન્ટમાં હાજરી આપી હતી
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના અનુભવી ક્રિકેટર એમ. એસ. ધોનીએ હાલમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ની ઇવેન્ટમાં હાજરી આપી હતી. CISFની મેગા સાઇક્લોથૉનમાં બે ટીમ ભારતના દરિયાકાંઠા ક્ષેત્રનાં ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૬૫૫૩ કિલોમીટરની પચીસ દિવસની યાત્રા પર છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાન્તની હાજરીમાં ધોનીએ ચેન્નઈ પહોંચેલા સાઇક્લિસ્ટોનો ઉત્સાહ વધારીને તેમની સાથે ફોટો પણ પડાવ્યો હતો. ધોની CSKનો ટ્રેઇનિંગ ડ્રેસ પહેરીને આ ઇવેન્ટમાં પહોંચ્યો હતો.

