ઝિમ્બાબ્વેના ખતરનાર ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાનીને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે પ્લેઑફ્સ પહેલાં ટીમમાં સામેલ કર્યો હતો. જોકે ૭૫ લાખ રૂપિયાના આ પ્લેયરને એક પણ મૅચમાં રમવાની તક ન મળી.
ઝિમ્બાબ્વેના બોલરની હાઇટ સુધી પહોંચવા વિરાટ કોહલીએ ટેબલ પર ઊભા રહીને ટ્રોફી સાથે રાખીને પડાવ્યો ફોટો
ઝિમ્બાબ્વેના ખતરનાર ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાનીને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે પ્લેઑફ્સ પહેલાં ટીમમાં સામેલ કર્યો હતો. જોકે ૭૫ લાખ રૂપિયાના આ પ્લેયરને એક પણ મૅચમાં રમવાની તક ન મળી. એમ છતાં ૨૮ વર્ષનો મુઝરબાની ઝિમ્બાબ્વેનો એવો પહેલો પ્લેયર બન્યો છે જેણે IPL ટ્રોફી ઉપાડી હોય. સોશ્યલ મીડિયા પર તેનો અને વિરાટ કોહલીનો એક ફોટો વાઇરલ થયો છે, જેમાં કોહલીએ ૬ ફુટ ૮ ઇંચના આ બોલરની હાઇટ સુધી પહોંચવા માટે ટેબલની જરૂરી પડી હતી.

