Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > નસીમ શાહની ક્રિકેટ-કરીઅર પર લાગવાનો હતો બે વર્ષનો પ્રતિબંધ

નસીમ શાહની ક્રિકેટ-કરીઅર પર લાગવાનો હતો બે વર્ષનો પ્રતિબંધ

Published : 01 April, 2026 11:48 AM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નસીમ શાહની ક્રિકેટ-કરીઅર પર લાગવાનો હતો બે વર્ષનો પ્રતિબંધ, પ્રમુખ મોહસિન નકવીએ ૬૮ લાખ રૂપિયાનો દંડ ફટકારીને બચાવ્યો, હવે આવું કંઈક થયું તો ૩૪ લાખ રૂપિયાનો દંડ થશે 

નસીમ શાહની ક્રિકેટ-કરીઅર પર લાગવાનો હતો બે વર્ષનો પ્રતિબંધ, પ્રમુખ મોહસિન નકવીએ ૬૮ લાખ રૂપિયાનો દંડ ફટકારીને બચાવ્યો

નસીમ શાહની ક્રિકેટ-કરીઅર પર લાગવાનો હતો બે વર્ષનો પ્રતિબંધ, પ્રમુખ મોહસિન નકવીએ ૬૮ લાખ રૂપિયાનો દંડ ફટકારીને બચાવ્યો


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ફાસ્ટ બોલર નસીમ શાહને તેના સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ અને મીડિયા-નિયમોની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ મોટો દંડ ફટકાર્યો હતો. પંજાબનાં મુખ્ય પ્રધાન મરિયમ નવાઝ વિરુદ્ધ કમેન્ટ કરવા બદલ તેને ૬૮ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એના સોશ્યલ મીડિયા મૅનેજરને પણ બ્લૅકલિસ્ટ કરી દેવામાં આવ્યો છે. 
પાકિસ્તાન સુપર લીગની ઓપનિંગ સેરેમની દરમ્યાન પંજાબનાં મુખ્ય પ્રધાન મરિયમ નવાઝને ક્વીન જેવું સ્વાગત મળ્યું હોવાની વાત પર નસીમ શાહે ટ્વીટ કરીને પછીથી ડિલીટ કરી હતી.
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર બાસિત અલીએ આ બાબતે મોટો દાવો કરતાં કહ્યું છે કે ‘નસીમ શાહ ખૂબ નસીબદાર છે. અંદરની વાર્તા એ છે કે એના પર બે વર્ષ માટે પ્રતિબંધ મુકાવાનો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસિન નકવીએ ૨૩ વર્ષના આ પ્લેયરને માત્ર નાણાકીય દંડ ફટકારીને બચાવ્યો છે.’ 

હવે આવું કંઈક થયું તો ૩૪ લાખ રૂપિયાનો દંડ થશે 



પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પોતાના ખેલાડીઓની ઑનલાઇન પ્રવૃત્તિઓ વિશેના નિયમો કડક બનાવ્યા છે. પાકિસ્તાનના તમામ સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ ક્રિકેટરોને સોશ્યલ મીડિયા પર કંઈ પણ પોસ્ટ કરતાં પહેલાં બોર્ડના મીડિયા વિભાગની મંજૂરી લેવાનો નિર્દેશ મળ્યો છે. અહેવાલ અનુસાર વિવાદાસ્પદ કન્ટેન્ટ શૅર કરવા પર ઓછામાં ઓછા ૩૪ લાખ ભારતીય રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2026 11:48 AM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK