ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટે સ્ટાર બૅટર કેન વિલિયમસન, ઓપનર ડેવોન કૉન્વે, ટૉપ ઑર્ડર બૅટર ફિન ઍલન, ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસન અને વિકેટકીપર-બૅટર ટિમ સાઇફર્ટ સાથે અનૌપચારિક રમત-કરાર કર્યો છે.
કેન વિલિયમસન
ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે ભારત અને શ્રીલંકામાં આયોજિત આગામી મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધા છે. ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટે સ્ટાર બૅટર કેન વિલિયમસન, ઓપનર ડેવોન કૉન્વે, ટૉપ ઑર્ડર બૅટર ફિન ઍલન, ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસન અને વિકેટકીપર-બૅટર ટિમ સાઇફર્ટ સાથે અનૌપચારિક રમત-કરાર કર્યો છે.
આ પાંચ પ્લેયર્સ ૨૦૨૫-’૨૬ સીઝન માટે જૂનમાં જાહેર કરાયેલા T20 સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટેડ ન્યુ ઝીલૅન્ડ પ્લેયર્સમાં સામેલ નહોતા. આ કરાર હેઠળ તેઓ આગામી T20 વર્લ્ડ કપ ૨૦૨૬ રમવા માટે કટિબદ્ધ થયા છે. કરાર હેઠળ તેમણે અન્ય લીગની સરખામણીએ ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ પર વધુ ફોકસ રાખવું પડશે.

