મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં થોડા દિવસ પહેલાં ભારતીય ગણ વાર્તા પાર્ટી જેને ટૂંકમાં ભગવા પાર્ટીના નામે ઓળખવામાં આવે છે એ સંગઠને અમેરિકાએ લાદેલી ૫૦ ટકા ટૅરિફના વિરોધમાં ડોનલ્ડ ટ્રમ્પના પૂતળાના અગ્નિસંસ્કાર કર્યા હતા.
ટ્રમ્પના અંતિમ સંસ્કાર કર્યા પછી તેમનું તેરમું પણ કર્યું
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં થોડા દિવસ પહેલાં ભારતીય ગણ વાર્તા પાર્ટી જેને ટૂંકમાં ભગવા પાર્ટીના નામે ઓળખવામાં આવે છે એ સંગઠને અમેરિકાએ લાદેલી ૫૦ ટકા ટૅરિફના વિરોધમાં ડોનલ્ડ ટ્રમ્પના પૂતળાના અગ્નિસંસ્કાર કર્યા હતા. આ જ સંગઠને અંતિમવિધિ બાદ તેરમાની વિધિ પણ કરી હતી. આ કાર્યક્રમમાં લોકોને જાહેર આમંત્રણ આપવા માટે પાર્ટીએ બાકાયદા બૅનરો છપાવ્યાં હતાં. એમાં લખ્યું હતું કે ગદ્દાર ટ્રમ્પનો ત્રયોદશી કાર્યક્રમ. એમાં ટ્રમ્પના પૂતળાને લોકોએ જૂતાંની માળા પહેરાવીને અને તેરમાની સૂચક વિધિ કરીને પૂરી-ભાજીનું જમણ ગોઠવ્યું હતું.

