૧૯૨૯ની બાવીસ ડિસેમ્બરે ગુજરાતના જૂનાગઢમાં જન્મેલા વઝીર મોહમ્મદ પાકિસ્તાન માટે ૧૯૫૨થી ૧૯૫૯ વચ્ચે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમ્યા હતા
પાકિસ્તાનના સૌથી વૃદ્ધ ક્રિકેટર વઝીર મોહમ્મદ
પાકિસ્તાનના સૌથી વૃદ્ધ ક્રિકેટર વઝીર મોહમ્મદનું સોમવારે યુનાઇટેડ કિંગડમના બર્મિંગહૅમમાં ૯૫ વર્ષની વયે અવસાન થયું. ૧૯૨૯ની બાવીસ ડિસેમ્બરે ગુજરાતના જૂનાગઢમાં જન્મેલા વઝીર મોહમ્મદ પાકિસ્તાન માટે ૧૯૫૨થી ૧૯૫૯ વચ્ચે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમ્યા હતા. તેણે ૨૦ ટેસ્ટ-મૅચમાં બે સદી અને ત્રણ ફિફ્ટીની મદદથી ૮૦૧ રન કર્યા હતા. આ મિડલ ઑર્ડર બૅટરના નામે ૧૦૫ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૧૧ સદીના આધારે ૪૯૩૦ રન છે. પાકિસ્તાન પોતાની પહેલી દ્વિપક્ષીય ટેસ્ટ-સિરીઝ ૧૯૫૨માં ભારત સામે રમ્યું હતું. આ ટેસ્ટ-સિરીઝમાં પણ વઝીર મોહમ્મદ પાકિસ્તાનનો સૌથી ઓલ્ડેસ્ટ પ્લેયર હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સલાહકાર તરીકે પણ સેવા તેમણે સેવા આપી હતી.

