Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > છેલ્લાં પાંચ વર્ષમાં મહારાષ્ટ્રમાં સાઇબર ક્રાઇમમાં ૮૦૦૦થી વધુ કરોડની છેતરપિંડી થઈ

છેલ્લાં પાંચ વર્ષમાં મહારાષ્ટ્રમાં સાઇબર ક્રાઇમમાં ૮૦૦૦થી વધુ કરોડની છેતરપિંડી થઈ

Published : 01 December, 2025 06:59 AM | Modified : 01 December, 2025 07:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૧માં ૩૪૨૩ ફરિયાદો સામે ૨૦૨૪માં ૨.૩૨ લાખ ફરિયાદ, જોકે પોલીસનું કહેવું છે કે અવેરનેસ અને સજ્જતા વધી છે એટલે રિકવરી-રેટ પણ સુધર્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


છેલ્લાં પાંચ વર્ષમાં સાઇબર ગઠિયાઓએ લોકોને છેતરીને ૮૦૫૮.૮૦ કરોડ રૂપિયાની રકમ પડાવી લીધી છે. એની સામે મહારાષ્ટ્ર પોલીસે આ રકમમાંથી અત્યાર સુધીમાં ૧૦૦૦+ કરોડ રૂપિયા પાછા મેળવવામાં સફળતા હાંસલ કરી છે. પોલીસનું કહેવું છે કે જો તમે સાઇબર ફ્રૉડનો ભોગ બન્યા હો તો વહેલી તકે એની જાણ અમને કરો, શક્ય છે કે તમારી રકમ અમે બચાવી શકીએ. આ રકમ પાછી મેળવવી કઈ રીતે શક્ય બની શકે છે એ વિશે જણાવતાં પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે સાઇબર ફ્રૉડ રિસ્પૉન્સ ટીમ દ્વારા તેમને હેલ્પલાઇન-નંબર 1930 પર મળેલી ડીટેલનું ફાસ્ટ રિપોર્ટિંગ કરવું અને એ પછી બૅન્કોના નોડલ ઑફિસર સાથે વાત કરી ઈ-મેઇલ મોકલીને તરત જ એ રકમ ફ્રીઝ કરાવવાને કારણે આ શક્ય બની શક્યું છે. 

ઇન્વેસ્ટમેન્ટ ફ્રૉડ, ડિજિટલ અરેસ્ટ, દીકરા-દીકરી પકડાયાં, ફેક લોન ઍપ જેવી અનેક નિતનવી કાર્યપદ્ધતિ અપનાવીને ગઠિયાઓ પૈસા પડાવતા હોય છે. ૨૦૨૧માં ફરિયાદની સંખ્યા ૩૫૨૩ હતી એ ૨૦૨૪માં વધીને ૨.૨૩૨ લાખ પર પહોંચી ગઈ હતી. જોકે સામા પક્ષે સાઇબર પોલીસે પણ ઝડપી કામગીરી કરીને ૨૦૨૧માં ફક્ત ૦.૫૩ કરોડ રૂપિયા પાછા મેળવ્યા હતા એની સામે આ વર્ષે ૨૦૨૫માં જાન્યુઆરીથી ઑક્ટોબર સુધીમાં જ ૪૭૧.૭૮ કરોડ રૂપિયા પાછા મેળવ્યા છે. સાઇબર પોલીસે ૨૦૨૧થી ઑક્ટોબર ૨૦૨૫ સુધીમાં ૧૦૨૦.૫૫ કરોડ રૂપિયા પાછા મળવ્યા છે અને ગઠિયાઓના હાથમાં જતા બચાવી લીધા છે જે આખા દેશમાં સૌથી વધારે રિકવરી છે.



કેટલાક કેસમાં તો ડિપાર્ટમેન્ટે સાઇબર ફ્રૉડમાં ગુમાવેલી ૧૦૦ ટકા રકમ પાછી મેળવવામાં સફળતા મેળવી છે. ફેબ્રુઆરી ૨૦૨૫થી નવેમ્બર ૨૦૨૫ સુધીમાં ૧૨,૫૩૦ ફરિયાદીઓને તેમની ૧૦૦ ટકા રકમ પાછી મળી છે, જે ૧૭૧ કરોડ રૂપિયા છે. સાઇબર પોલીસ પોતાનું કામ બની શકે એટલી ઝડપથી કરે છે. ૨૦૨૪માં રાજ્યના લોકોએ ૪૦૫૫.૮૭ કરોડ રૂપિયા અને આ વર્ષે ઑક્ટોબર સુધીમાં ૨૮૭૦.૪૮ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. એક્સપર્ટનું કહેવું છે કે સાઇબર ગઠિયાઓ મોટી રકમનો ફ્રૉડ કરવાને બદલ નાની રકમના સંખ્યાબંધ ફ્રૉડ કરતા થયા છે. એથી એ માટે જો રિયલ ટાઇમ જાણ કરવામાં આવે તો જ એને રોકી શકવાની શક્યતા છે. લોકોમાં હવે કેટલાક અંશે એવરનેસ આવી છે અને તેઓ ઝડપથી ફરિયાદ કરાવી રહ્યા હોવાથી રિકવરી રેટ થોડો સુધર્યો છે.
બૉક્સઃ 
છેતરપિંડી થયાના પહેલા બે કલાક ‘ગોલ્ડન અવર’ 
નવી મુંબઈમાં સાઇબર કમાન્ડ સેન્ટર સ્થાપવામાં આવ્યું છે જ્યાં હેલ્પલાઇન-નંબર 1930ની બધી જ ફરિયાદો જાય છે. મૂળમાં છેતરપિંડી થયાના બે કલાકમાં જો ફરિયાદ કરવામાં આવે તો રકમ રોકી શકવાના, બૅન્કમાં ફ્રીઝ કરાવી શકવાના ચાન્સિસ વધી જાય છે. ફરિયાદ મળતાં જ બૅન્કને જાણ કરીને એ રકમ અન્ય કોઈ અકાઉન્ટમાં ટ્રાન્સફર થાય એ પહેલાં રોકી લેવાની કોશિશ થાય છે. એથી છેતરપિંડી થયા પછીના બે કલાક ગોલ્ડન અવર ગણાય છે.


100 ટકા રકમ મેળવી (ફેબ્રુઆરી–નવેમ્બર ૨૦૨૫)
છેતરપિંડીની રકમ        ફરિયાદો        પાછી મેળવાયેલી રકમ
0 થી1 લાખ            12,418        13,27,72,058
1 લાખથી 10 લાખ        105             2,63,70,444
10 લાખથી એક કરોડ    7             1,22,53,447
એક કરોડથી વધુ     0            0

કુલ                 12,530            17,13,95,949

મહારાષ્ટ્ર સાઇબર ફ્રૉડ સમરી (૨૦૨૧થી ઑક્ટોબર ૨૦૨૫) 
વર્ષ         ફરિયાદ        છેતરપિંડીની રકમ    રિકવરી
2021         3523            19.33 કરોડ        0.53 કરોડ
2022        22,859        147.31 કરોડ        4.85 કરોડ
2023        1,25,135        965.79 કરોડ        103.01 કરોડ
2024        2,32,538        4055.87કરોડ        440.37 કરોડ
2025     2,31,049        2870.48            471.78 કરોડ
કુલ     6,15,104        8058.80 કરોડ        1020.55 કરોડ    


- અનિષ પાટીલ                   

Whatsapp-channel Whatsapp-channel

01 December, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK