એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આમનેસામને પાંચ-પાંચ મૅચ જીતી છે બન્ને ટીમ. મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની હાજરીથી આ મૅચ સ્પેશ્યલ બનશે, કારણ કે ક્રિકેટ-ફૅન્સને ભારતીય ક્રિકેટના આ બે સ્ટાર્સને કદાચ છેલ્લી વાર એકબીજા સામે રમતા જોવાની તક મળશે.
ગઈ કાલે બૅટિંગ પ્રૅક્ટિસ કરતો વિરાટ કોહલી
IPL 2025ની બાવનમી મૅચ આજે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. સીઝનની પહેલી ટક્કરમાં ચેન્નઈને ચેપૉક સ્ટેડિયમમાં બૅન્ગલોર સામે ૫૦ રને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્લેઑફની રેસમાંથી બહાર થયેલી ચેન્નઈની ટીમ આજની મૅચમાં બૅન્ગલોરને તેના ગઢમાં હરાવીને આ હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે. બન્ને ટીમ વચ્ચે આ સ્ટેડિયમમાં અગિયાર મૅચ રમાઈ છે. બન્ને ટીમ પાંચ-પાંચ મૅચ જીતી છે, જ્યારે ૨૦૧૨ની એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી.
આ મૅચમાં જીતથી RCBના કુલ ૧૬ પૉઇન્ટ થઈ જશે અને પ્લેઑફમાં તેમનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે. આ પછી RCBએ ત્રણ વધુ મૅચ રમવાની છે અને જે રીતે તેમની ટીમ સતત સારું પ્રદર્શન કરી રહી છે એ જોતાં તેઓ ટોચનાં બેમાં સ્થાન મેળવવા પર નજર રાખશે જેથી તેમને ફાઇનલમાં પહોંચવાની બે તક મળે. મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની હાજરીથી આ મૅચ સ્પેશ્યલ બનશે, કારણ કે ક્રિકેટ-ફૅન્સને ભારતીય ક્રિકેટના આ બે સ્ટાર્સને કદાચ છેલ્લી વાર એકબીજા સામે રમતા જોવાની તક મળશે.
પ્રૅક્ટિસ વખતે ચેન્નઈનાે રચિન રવીન્દ્ર, ડેવોન કૉન્વે અને ડેવાલ્ડ બ્રૅવિસ.
ADVERTISEMENT
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૩૫ |
CSKની જીત |
૨૨ |
RCBની જીત |
૧૨ |
નો-રિઝલ્ટ |
૦૧ |

