ભારતીય વન-ડે કૅપ્ટન શુભમન ગિલે આગામી વર્લ્ડ કપને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે
શુભમન ગિલ
ભારતીય વન-ડે કૅપ્ટન શુભમન ગિલે આગામી વર્લ્ડ કપને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. શુભમન ગિલ કહે છે, ‘વર્લ્ડ કપ પહેલાં ફીલ્ડિંગ અને ડેથ ઓવરની બોલિંગ ચિંતાના વિષયો છે. એમાં અમારે સુધારો કરવાની જરૂર છે. અમે વર્લ્ડ કપ માટે વધારે પ્લેયર્સનો પ્રયોગ કરવા નથી ઇચ્છતા. અમે નક્કી કરેલા કૉમ્બિનેશન સાથે જ આગળ વધવા ઇચ્છીએ છે. હું પ્રગતિથી ઘણો ખુશ છું, પરંતુ મને લાગે છે કે અમારી ફીલ્ડિંગ વધુ સારી હોઈ શકે એમ હતી. સિરીઝમાં અમે ૬ કે ૭ કૅચ છોડ્યા જે વર્લ્ડ કપ પહેલાં સારો સંકેત નથી. ફીલ્ડિંગ શ્રેષ્ઠ સ્તરની હોવી જોઈએ.’
334
ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં સૌથી વધુ આટલા રન ફટકારનાર કૅપ્ટન બન્યો શુભમન ગિલ.
